સ્વાઈન ફ્લુ સામે અસરકાર આયુર્વેદિક ઉકાળો આ રીતે બનાવો

બુધવાર, 18 ફેબ્રુઆરી 2015 (15:53 IST)
સ્વાઈન ફ્લુથી લોકોનું રક્ષણ થાય તે માટે તૈયાર કરેલા ઉકાળાની રીત લોકો સુધી પહોંચાડવા માટે તબીબોએ સ્વખર્ચે પેમ્પેલ્ટ પણ તૈયાર કર્યા છે. સ્વખર્ચે અંદાજે ૧ લાખ પેમ્ફેલ્ટનું વેચાણ કરવાનું પણ આયોજન કર્યુ છે. જીવલેણ સ્વાઈન ફ્લુની શરૃઆત શરદીથી થાય છે. ત્યારે તબીબોએ તૈયાર કરેલો આયુર્વેદિક ઉકાળો સામાન્ય શરદી-ફ્લુને તો મટાડે છે.પરંતુ સ્વાઈન ફ્લુથી બચવા માટે અકસીર સાબિત થઈ શકે છે.


સ્વાઈન ફ્લુ સામે અસરકાર આયુર્વેદિક ઉકાળો આ રીતે બનાવો 
 
 સૂંઠ, મરી, લીંડીપીપર, તજ, તમાલ પત્ર, એલચી અને લવીંગ લો.તે તમામ સામગ્રીને ૧૦ ગ્રામ લઈને સૌ પ્રથમ પાવડર બનાવવો. તેમાં ૧૦થી ૧૫ તુલસીના પાન વાટીને નાખવા તથા અડધી ચમચી ગોળ ઉમેરી બે ગ્લાસ પાણીમાં નાખવું. બાદમાં આ પાણીને બે થી ત્રણ મિનિટ ઉકાળવું.આ ઉકાળાને નરણા કોઠે પીવાથી વધુ અસરકારક સાબિત થાય છે. 

વેબદુનિયા પર વાંચો