તમારા ભોજનમાં આ 6 વસ્તુઓનો સમાવેશ કરીને તમે તમારા હાર્ટને ફિટ રાખો

શુક્રવાર, 22 જાન્યુઆરી 2016 (18:17 IST)
ભારત સહિત દુનિયાભરમાં હ્રદયરોગ સૌથી મોટી ચિંતા બનતી જઈ રહ્યો છે. દુનિયામાં સૌથી વધુ મોત પણ દિલની બીમારીઓથી જ થાય છે. બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાનપાન તેના દર્દી વધવાનુ મુખ્ય કારણ છે.  નિયમિત યોગ વ્યાયામ અને લાઈફસ્ટાઈલ સંબંધી ફેરફાર સાથે ખાનપાન સંબંધી કેટલીક આદતોમાં સુધાર કરીને તેના ખતરાને મોટા ભાગે ઓછો કરી શકાય છે. આવો જાણીએ એ છ પ્રકારની વસ્તુઓને જેને તમે ડાયેટમાં સામેલ કરીને હ્રદય રોગથી બચી શકો છો. 
 
હાર્ટ ફ્રેંડલી સોયાબીન50 ગ્રામ સોયાબીન બધાએ પોતાના ખોરાકમાં સામેલ કરવો જોઈએ. આ ઓમેગા-3 ફેટ્સ અને ફાઈબરનુ સારુ સ્ત્રોત હોવાની સાથે શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તેથી તેને હાર્ટ ફ્રેંડલી પણ કહેવામાં આવે છે. 
 
મેથીદાણાના ફાયદા - લગભગ 2 ચમચી મેથી દાણા નિયમિત રૂપે લેવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહે છે. તેને પાણી સાથે કે શાકભાજીમાં પ્રયોગ કરી શકાય છે. 
 
ઈસબગોલની ભૂસી - રેશેદાર ઈસબગોલને દિવસમાં 50 ગ્રામ માત્રામાં લેવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. આ પેટમાં તૈલીય તત્વોને સાફ કરવાનુ કામ કરે છે. 
 
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે ચણા - તેમા આયરન અને સેલેનિયમની પ્રચુર માત્રા હોય છે. સાથે જ આ ફોલિક એસિડનુ પણ સારુ સ્ત્રોત છે. આ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને હટાવવાનુ કામ પણ કરે છે. 
 
આમળા કરશે લોહી સાફ - વિટામિન સીથી ભરપૂર બે આમળા દિવસમાં ખાવાથી લોહીની સફાઈ થાય છે. આ શરીરમાં ઓક્સીઝનના પ્રવાહને સારો બનાવી રાખે છે. 
 
થક્કા હટાવશે લસણ - લસણની ચાર કળી રોજ ખાવાથી રક્ત નળીઓમાં થક્કાની સમસ્યા દૂર થાય છે. થક્કાને કારણે હ્રદય યોગ્ય પમ્પિંગ કરી શકતુ નથી જેનાથી હાર્ટએટેકનુ સંકટ વધે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને પણ હટાવે છે. 
 
આ છ વસ્તુઓને દૈનિક આહારનો એક ભાગ બનાવી લેવામાં આવે તો હ્રદય રોગનુ જોખમ ઘણુ બધુ ઓછુ કરી શકાય છે. લંડન યૂનિવર્સિટીના વિશેષજ્ઞોએ પણ માન્યુ કે તેનાથી હ્રદય રોગોની આશંકા 88 ટકા ઓછી થઈ જાય છે.  

વેબદુનિયા પર વાંચો