હરસ જેને અંગ્રેજીમાં પાઈલ્સ કહે છે. હરસ બે પ્રકારની હોય છે. એક તો અંદરની બાજુ અને બીજી બહારની. અંદરના પાઈલ્સમાં મસો અંદરની તરફ થાય છે અને તે દેખાતો નથી. પણ બહારનો હરસ જે છે તેમા ગુદા બહારની તરફ હોય છે. જેને કારણે મળ ત્યાગતી વખતે લોહી નીકળે છે. આ ઉપરાંત મસ્સો ફૂલીને મોટો થઈ જાય છે અને તે ખૂબ દુખે છે. તેથી આજે અમે કેટલાક ઘરેલુ સારવાર લઈને આવ્યા છે જેનાથી હરસની સારવાર ઘરમાં સહેલાઈથી કરી શકાય છે.
- દૂધનુ તાજુ માખણ અને કાળા તલ બંનેને એક એક ગ્રામ મિક્સ કરીને ખાવાથી હરસમાં ફાયદો થાય છે.
- હરસમાં છાશ અમૃત સમાન છે. તેથી રોજ છાશમાં સંચળ નાખીને તેનુ સેવન કરો.
- સવાર સાંજ બકરીનુ દૂધ પીવાથી હરસમાંથી લોહી આવવુ બંધ થઈ જાય છે.
- એક ચમચી આમળાનું ચૂરણ સવાર સાંજ મધ સાથે લેવાથી હરસમાં લાભ મળે છે. તેનાથી પેટના અન્ય રોગ પણ ખતમ થઈ જાય છે.