Heart Blockage છે તો અપનાવો આ 7 આયુર્વૈદિક નુસ્ખા

શનિવાર, 15 એપ્રિલ 2017 (21:03 IST)
વધુ કોલેસ્ટ્રોલથી હાર્ટ બ્લોકેજનુ સંકટ વધી જાય છે. પણ કાયમ કોલેસ્ટ્રોલને કારણે એવુ થતુ નથી. કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છે. સારુ કોલેસ્ટ્રોલ અને બેકાર કોલેસ્ટ્રોલ. શરીરને વિટામિન ડી પૈદા કરવામાં, કોશિકા ઝિલ્લીના 
નિર્માણમાં અને ફૈટને અવશોષિત કરનારા એસિડનુ નિર્માણ કરવામાં કોલેસ્ટ્રોલની જરૂર પડે છે.  આયુર્વેદ મુજબ વધુ તનાવ ખાવા પર ધ્યાન ન આપવુ, વ્યાયામ ન કરવો વગેરે કારણોને લીધે શરીરમાં એ એમ એ (ટૉક્સિન) એકત્ર થાય છે. આ ANA ધમનીઓમાં જઈને તેને બ્લોક કરે છે. તમારા શરીરમાંથી આ એ એન એ ને સાફ કરવા માટે આયુર્વેદમાં થોડા ઉપાય બતાવ્યા છે. જેનાથી તમારુ હાર્ટ યોગ્ય રીતે કામ કરતુ રહે. આ માટે આયુર્વેદમાં પ્રાકૃતિક ઔષધિયોનો ઉપયોગ પર જોર આપવામાં આવ્યો છે. આ આયુર્વૈદિક ઔષધિઓ ધમનીઓમાંથી એએનએ હટાવે છે અને રકત સંચારને યોગ્ય કરે છે. 
 
જો તમે એલોપૈથિક દવાઓ લેવાનુ વિચારી રહ્યા છો તો અમે તમને આયુવૈદિક દવાઓનુ સેવન કરવાની સલાહ આપીશુ. જેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી.  આજે અમે તમને હાર્ટ બ્લોકેજને દૂર કરનારી 7 ઔષધિ વિશે બતાવી રહ્યા છે. 

અર્જુન વૃક્ષની છાલ -  હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ જેવી કે હાઈ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, આર્ટરીમાં બ્લોકેજ અને કોરોનરી આર્ટરી ડીજીજની સારવારમાં આ કારગર છે. આ કોલેસ્ટ્રોલ લેવલને નિયમિત રાખે છે અને દિલને મજબૂત કરે છે. બેકાર કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં આ ઔષધિનો ઉપયોગ થાય છે. આયુર્વેદના મુજબ આનો ઉપયોગ હાર્ટ બ્લોકેજમાં કરવામાં આવી શકે છે. તેની છાલમાં પ્રાકૃતિક ઓક્સિડાઈજિંગ તત્વ હોય છે. 





તજ -  હાર્ટ બ્લોકેજમાં કામ આવની આ એક શ્રેષ્ઠ ઔષધિ છે. આ બેકાર કોલેસ્ટ્રોઅને શરીરમાંથી ઘટાડવાનું કામ કરે છે અને હાર્ટને મજબૂતી પ્રદાન કરે છે. તેમ પણ ઓક્સિડાઈજિંગ તત્વ હોય છે. તેના નિયમિત ઉપયોગથી શ્વાસની તકલીફ દૂર થાય છે અને દિલની બીમારીઓ ઘટે છે. 

અલસીના બીજ - ફ્લક્સ સીડ્સ મતલબ અલસીમાં ઓમેગા-3 ફૈટી એસિડની અધિકતા હોય છે. ઓમેગા-3 ફૈટી એસિડથી એ એમ એ ઓછુ થાય છે અને દિલ સ્વસ્થ રહે છે. 

લસણ - લસણમાં ઝેરીલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાના ગુણ હોય છે. જેનાથી આ હાર્ટને સુરક્ષા પ્રદાન કરે છે. લસણના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલનુ લેવલ ઘટે છે. 
ઈલાયચી - ઈલાયચીને મસાલાની રાણી કહેવાય છે. આ દરેક ડિશનો સ્વાદ વધારી શકે છે. તેનો સ્વાદ અને સુગંધ તમને એક વિશેષ અહેસાસ કરાવે છે. આયુર્વેદમાં આને દિલની સારવારમાં કામ આવનારી ઔષધિ બતાવી છે. 

લાલ મરચુ - આ પાવડર ખાવાના કામમાં આવવા ઉપરાંત લાલ મરચાના સ્વાસ્થ્ય સંબંધિત પણ અનેક ફાયદા છે. તેની યોગ્ય માત્રાના ઉપયોગથી રૂધિર કોશિકાઓમાંથી ગંદકી હટે છે અને દિલની બીમારીઓનુ સંકટ ઘટે છે. 


અશ્વગંધા - આ ઔષધિ પણ દિલની બીમારીઓના સારવારમાં કારગર છે.  આ પ્રાકૃતિક ઔષધિમાં એંટીઓક્સિડેંટ, એંટી-ઈંફ્લામેટ્રી, એંટી-ટ્યૂમર, હેમોપોઈથિક અને રિજુવનેશન તત્વ હોય છે. આ તનાવને દૂર કરવામાં મદદરૂપ છે. તેનાથી દિલની કોશિકાઓને મજબૂતી મળે છ અને દિલની બીમારીઓ દૂર રહે છે.  

વેબદુનિયા પર વાંચો