કમરનો દુ:ખાવો દૂર કરવાનો અચૂક ઉપાય

ગુરુવાર, 2 જૂન 2016 (17:28 IST)
રોજ સવારે સરસિયા કે નારિયળના તેલમાં લસણના ત્રણ ચાર કળીઓ નાખીને ગરમ કરી લો. ઠંડુ થતા તે તેલથી કમરની માલિશ કરો. 
 
મીઠુ નાખેલ ગરમ પાણીમાં ટોવેલ નાખીને નીચોડી લો. ત્યારબાદ પેટના બળ પર સૂઈ જાવ. દુખાવાના સ્થાન પર ટોવેલથી સેંક લો.  કમરના દુખાવામાં રાહત મેળવવાનો આ એક અચૂક ઉપાય છે.  જો આ ઉપાય કામ ન આવે તો કઢાઈમાં બે ત્રણ ચમચી મીઠુ નાખીને સેકી લો. આ મીઠાને થોડા જાડા સૂતરના કપડામાં બાંધીને પોટલી બનાવી લો. કમર પર આ પોટલીથી સેંક કરવાથી પણ દુ:ખાવામાં આરામ મળે છે. 
 
એક બીજો સહેલો ઉપાય છે. અજમાને તવા પર થોડા ધીમા તાપ પર સેંકી લો. ઠંડુ થતા ધીરે ધીરે ચાવતા ગળી જાવ. તેનુ નિયમિત સેવન કરવાથી કમરનો દુખાવો દૂર થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો