હીંગમાં છુપાયુ છે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય

મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (11:50 IST)
Asafoetida જેને આપણે હીંગ કહીએ છીએ. તેની ભારતીય ભોજનમાં એક વિશેષ સ્થાન છે. તેની સુગંધ ખાવામાં જુદો સ્વાદ લાવે છે. આ દાળ, સાંભાર અને અન્ય શાકાહારી ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. 
 
આ જડીબુટીની અનેક વિશેષતા પણ છે. આ તમારા હેલ્થ માટે ખૂબ લાભકારી છે.  તો આવો આજે આપણે હીંગના લાભ વિશે જાણીએ કે હીંગ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે લાભકારી છે. 
 
અપચો - તેના ઉપયોગથી બીમારીઓ સારી થઈ જાય છે. આ તમારા પેટમાં ગેસ નથી બનવા દેતી અને જમવાનું સરળતાથી પચી જાય છે. તેથી ભારતીય ભોજનમાં આનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. જો તમે પેટની બીમારીઓથી સતત ત્રસ્ત છો તો તમારા ભોજનમાં હીંગનો ઉપયોગ કરો. 
 
શક્તિહીનતાથી છુટકારો - આ પુરૂષોમાં શક્તિહીનતાને હટાવવામાં પણ ખૂબ ઉપયોગી હોય છે. આના દ્વારા કામેચ્છામાં પણ વધારો થાય છે. 
 
ડાયાબીટીસ કંટ્રોલ - હીંગના સેવનથી શરીરમાં વધુ ઈંસુલિન બને છે અને બ્લડ શુગર લેવલ ઓછુ થાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે હીંગ ખાવી જોઈએ. 
 
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ - હીંગમાં એવા તત્વ હોય છે જે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે અને તેને ઘટ્ટ થતા રોકે છે.  આ વધેલા ટ્રોઈગ્લિસરાઈડ અને કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે.  
 
દુ:ખાવાથી બચાવે છે -  પાણીમાં હિંગ ભેળવીને પીવાથી માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી બીમારીઓ ઓછી થાય છે. 
 
કેંસરમાં રાહત - એક સ્ટડી દરમિયાન એ જાણવા મળ્યુ છે કે હિંગ કેંસર જેવી ખતરનાક બીમારીઓને પ્રોત્સાહન આપનારા સેલને સશક્ત થતા રોકે છે. 

વેબદુનિયા પર વાંચો