આ 9 ઉપાયોથી કંટ્રોલ કરો High blood Pressure

બુધવાર, 10 મે 2017 (10:43 IST)
ઝડપી ગતિથી ભાગતી આ વ્યસ્ત અને તણાવ ભરેલ લાઈફસ્ટાઈલમાં આપણે આપણા આરોગ્યનુ ધ્યાન નથી રાખી શકતા.  ગમે ત્યારે ખાવા-પીવાની, સૂવા-બેસવાની આદતોને કારણે આપણુ શરીર બીમારીઓની ચપેટમાં સહેલાઈથી આવી જાય છે. હાઈ-લો બ્લડ પ્રેશર, શુગર અને હાર્ટ સાથે જોડાયેલ બીમારીઓ લોકોમાં સામાન્ય સાંભળવા મળી રહી છે. 
 
હાઈ બ્લડ પ્રેશરની પરેશાનીનો સામનો કરતા લોકો દરેક સ્થળે જોવા મળે છે. જેને ડોક્ટર હાઈપરટેંશન પણ કહે છે. આજકાલ તો ઓછી વયમાં જ લોકોને આ બીમારી થવા માંડે છે. જ્યારે ધમનીઓમાં લોહીનુ દબાણ વધી જાય છે તો દબાણની આ વૃદ્ધિને કારણે દિલની ધમનિયો પર પણ દબાણ વધે છે અને લોહીની ગતિ ઝડપી થઈ જાય છે. આ સ્થિતિમાં રોગીને રક્તનુ દબાણ 140/80થી વધુ થઈ જાય છે. જેનાથી માથુ ચકરાવુ, આંખો આગળ અંધારુ, ગભરામણ જેવી પરેશાનીઓ અનુભવાય છે. 
 
આને કંટ્રોલ કરવા માટે લોકો મોટાભાગની દવાઓની મદદ લે છે. પણ આ સાથે જ એ પણ જાણવુ ખૂબ જરૂરી છે કે આ સ્થિતિમાં શુ કરવુ જોઈએ અને શુ નહી ? એવા ઘણા બધા કુદરતી ઉપાય પણ છે જેની મદદથી હાઈ બ્લડ પ્રેશર પર કાબૂ કરી શકાય છે. 
 
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાના 9 કુદરતી ઉપાયો 
 
1. મીઠાનું સેવન ઓછુ કરો - આવી સ્થિતિમાં મીઠાનુ સેવન વધુ ન કરો. કારણ કે તેનાથી બ્લડ પ્રેશર વધવાનો ભય રહે છે. મીઠામાં સોડિયમની માત્રા ખૂબ વધુ હોય છે. જે આપણા શરીર માટે સારી નથી હોતી તેથી આને ના ને બરાબર જ લો. 
 
2.   પોટેશિયમવાળો આહાર - પોતાના ખોરાકમાં પોટેશિયમ યુક્ત ફળ અને શાકભાજીઓનો સમાવેશ કરો. રોજ 2થી 4 હજાર મિલીગ્રામ પોટેશિયમનુ સેવન કરવાથી તમે હાઈબ્લડ પ્રેશરને દૂર રાખી શકો છો. બટાકા, શક્કરિયા, ટામેટા, સંતરાનો રસ, કેળા, રાજમા, નાશપતિ,  કિશમિશ, સૂકા મેવા અને તરબૂચ વગેરેમાં પોટેશિયમ ખૂબ માત્રામાં હોય છે. 
 
3. ડાર્ક ચોકલેટ -  ડાર્ક ચોકલેટમાં ફ્લેનોલ્ડક ભરપૂર માત્રામાં હોય છે. જે રક્ત વાહિનીઓને વધુ લચકદાર બનાવવામાં મદદ કરે છે. શોધમાં આ વાત કહેવામાં આવી છે કે ડાર્ક ચોકલેટનુ સેવન કરનારા 18 ટકા લોકોમાં બ્લડપ્રેશરની કમી આવી છે. 
 
4. ચા - કદાચ આ નુસખો તમે પહેલા ક્યારેય નહી સાંભળ્યો હોય. ગુલેરની ચા પીવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી શકાય છે.  સતત 2 મહિના આ ચાનું સેવન કરવાથી બ્લડપ્રેશરને 7 પોઈંટ સુધી ઘટાડી શકાય છે. 
 
5. દારૂ અને સ્મોકિંગ છોડો - આલ્કોહોલ અને ધૂમ્રપાનને કારણે શરીરમાં નોર્મલ રીતે લોહીનુ સંચાર થતુ નથી. જેનાથી બ્લડ પ્રેશર વધે છે. ધૂમ્રપાન અને દારૂ શરીરના અનેક અંગો પર ખરાબ પ્રભાવ નાખે છે. તેનાથી ધમનિયો કઠોર બની જાય છે. જે રક્તવાહિનીઓને ઘાયલ કરે છે. 
 
6. પાવર વૉક - પાવર વૉક મતલબ ઝડપી ગતિથી ચાલવુ. તેનાથી તમારુ શરીર તો ફિટ રહેશે જ પણ તેનાથી બ્લડ પ્રેશરને કાબૂ કરવામાં પણ મદદ મળે છે. એક્સરસાઈઝ કરવાથી દિલ મજબૂત થાય છે. જેનાથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. અઠવાડિયામાં 4થી 5 દિવસ કાર્ડિયો પર 30 મિનિટ રનિંગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. 
 
7. ઉંડા શ્વાસ લો - સ્ટ્રેસ કેવો પણ હોય માનસિક કે શારીરિક. પ્રાણાયામ અને યોગ જેવી શ્વાસ પ્રક્રિયાઓ તેને ઓછો કરવામાં મદદ કરે છે. સવાર સાંજ 5થી 10 મિનિટ સુધી યોગ કરવુ તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી રહેશે. ઉંડા ઉંડા શ્વાસ લો. તેનાથી પેટ સંપૂર્ણ રીતે ફૂલી જશે અને શ્વાસ છોડતા જ તમારી બધી ચિંતા પણ બહાર નીકળી જશે. 
 
8. આરામ - કામ કરવા સિવાય છુટકો નથી પણ શરીરને આરામ આપવાથી નજરઅંદાજ ન કરો. તણાવ ભરેલ કામથી મુક્તિ મેળવવા માટે થોડો સમય કાઢીને જીમ જરૂર જાવ. વ્યાયામ કરો. રસોઈ બનાવો કે પછી ફરવા જાવ.  તેનાથી તમે ફ્રૈશ અને રિલેક્સ અનુભવશો. સાથે જ પુર્ણ ઉંઘ લો. સ્ટ્રૈસ મુક્ત થવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહેશે. 
 
9. સંગીત - સંગીત સાંભળવાથી આત્માને શાંતિ અને શકૂન મળે જ છે સાથે જ લોહીનુ દબાણ પણ ઓછુ કરવામાં ખૂબ મદદ મળે છે. જો તમે રોજ હળવુ સંગીત સાંભળશો તો તમારુ હાઈ બ્લડ પ્રેશર અને થાક બંનેમાંથી મુક્તિ મળશે.  
 

વેબદુનિયા પર વાંચો