ઘરેલુ ઉપચાર - ધાણાના બીજ હોય કે પાન બંને છે ગુણકારી

બુધવાર, 7 ઑક્ટોબર 2015 (13:54 IST)
ધાણા અને તેના પાન અનેક બીમારીઓમાં લાભકારી છે. આ ઘરેલુ ઉપચાર અજમાવીને જુઓ.. તમને વિશ્વાસ થઈ  
જશે 
 
ધાણાને તાજી છાશમાં મિક્સ કરીને પીવાથી અપચો, ઉલટી જેવુ થવુ, ઝાડા અને કોલાઈટિસમાં રાહત મળે છે. 
 
ટાયફોઈડમાં લીલા ધાણા ખાવ. 
 
ધાણાને સૂખા બીજના પાણીમાં ઉકાળો. ઠંડુ કરી આ પાણીને પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ થાય છે. 
 
એક ચમચી ધાણાના જ્યુસમાં થોડી હળદર મિક્સ કરી લગાવવાથી ખીલ મટી જાય છે. 
 
લીલા ધાણામાં લીલા મરચાં, છીણેલુ નારિયળ અને આદુ નાખીને ચટણી બનાવીને ખાવ.  પેટના દુખાવામાં આરામ 
મળશે. પાચન પણ ઠીક રહેશે.   અડધો ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણા નાખીને પીવાથી પેટનો દુ:ખાવો દૂર થાય  
છે. 
 
માસિક ધર્મ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે. આ માટે છ ગ્રામ ધાણાના બીજને અડદો લીટર પાણીમાં ઉકાળો. 
તેમા ખાંડ ભેળવી દો. માસિક દરમિયાન થોડુ થોડુ પીવો. ખૂબ આરામ મળશે.  ગેસથી પરેશાન છો તો ધાણાથી ઠીક 
થઈ શકે છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણા મિક્સ કરીને ઉકાળો. ગાળીને થોડી થોડી પીવો.  
 
એક નાનકડી ચમચી ધાણા એક કપ બકરીના દૂધમાં મિક્સ કરો. તેમા સાકર ભેળવી દો. તેને પીવાથી પેશાબમાં બળતરા ખતમ થશે. લીલા ધાણા વાટીને ગાંજા પર લેપ કરો.  જલ્દી વાળ આવી જશે.  

વેબદુનિયા પર વાંચો