કાળા મરી - અનેક રોગોની દવા છે

શનિવાર, 14 ફેબ્રુઆરી 2015 (15:03 IST)
કાળા મરીને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. કાળા મરી ફક્ત આપણા ખોરાક સ્વાદિષ્ટ જ નથી બનાવતા પણ આપણા શરીરના સ્વાસ્થ્યને પણ ઠીક રાખે છે. ઔષદીય ગુણથી ભરપૂર કાળા મરી આપણને અનેક રોગોથી રાહત અપાવવામાં મદદ કરે છે. પેટ સંબંધિત બધા રોગોથી છુટકારો અપાવે છે. કાળા મરીમાં વિટામિન સી. વિટામીન એ અને એવા એંટી ઓક્સીડેન તત્વો જોવા મળે છે જે દાંતનો દુખાવો.. મસૂઢોની સૃજનથી છુટકારો અપાવવામાં મદદ કર છે. કાળા મરીના ફાયદા આ પ્રકારના છે. 
 
 
- કાળામરી.. ઘી અને સાકરને વાટીને તેનુ સેવન કરવાથી શ્વાસ સંબંધિત રોગોમાંથી છુટકારો મળે છે. 
- વારેઘડીએ ઉલ્ટી થતા પર કાળા મરી.. સંચળ અને લીંબુનો રસનુ સેવન કરવાથી ઉલ્ટી થવી બંધ થઈ જાય છે. 
- કાળા મરી અને તુલસીનુ સેવન કરવાથી મલેરિયા જેવા રોગમાંથી પણ છુટકારો મેળવી શકાય છે. 
- દાંતોનો દુ:ખાવો અને મસૂઢા પર સોજા પરથી રાહત અપાવે છે. 
- કાળ મરીના આખા દાણા દૂધ સાથે લેવાથી કબજીયાતમાંથી છુટકારો મળે છે. 
- કાળા મરી પાવડરનો આપણા ભોજનમાં ઉપયોગ જરૂર કરવો જોઈએ. આ આપણા પેટ સંબંધી બધા રોગોમાંથી છુટકારો અપાવવામાં મદદરૂપ છે. 
- કાળા મરી ડિપ્રેશન જેવી બીમારીથી રાહત આપવવામાં મદદ કરે છે. 
- કાળા મરી તુલસી અને ગિલોયને સારી રીતે વાટીને પાણીમાં ઉકાળીને પીવાથી તાવ ઉતરી જાય છે.  
-કાળા મરી પાવડરને ભોજનમાં નાખવાથી જાડાપણાથી પણ રાહત મેળવી શકાય છે. વજન પણ ઓછુ કરે છે. 
-કાળા મરીનુ સેવન કરવાથી ખાંસી પણ ઠીક થાય છે. 

વેબદુનિયા પર વાંચો