Helath Care - Headacheદૂર કરવા માટે ઘરેલુ ઉપચાર

શનિવાર, 15 જુલાઈ 2017 (17:51 IST)
1  કડક કાળી ચામાં લીંબૂનો રસ નિચોવી પીવાથી માથાનો દુ:ખાવો દૂર થાય છે. 
 
2.નાળિયેર પાણી કે ચોખાના ધોવાયેલા પાણીમાં સૂંઠનો પાવડરનો લેપ બનાવી તેને માથા પર લગાવવાથી માથાના દુ:ખાવામાં  લાભ થાય છે. 
 
3 સફેદ ચંદન પાવડરને ચોખા ધોયેલા પાણીમાં ઘસી તેનો લેપ કરવાથી ફાયદો મળે છે. 
 
4.સફેદ સૂતી કપડા પાણીમાં પલાળી માથા પર મુકવાથી પણ આરામ મળે છે. 
 
5. લસણ પાણીમાં વાટી તેનો લેપ પણ માથાના દુ:ખાવામાં આરામ આપે છે. 
 
6. લાલ તુલસીને વાટી તેનો રસ માથામાં 2-3 વાર લગાવવાથી  દુ:ખાવામાં રાહત મળે છે. 
 
7. ચોખા ધોયેલા પાણીમાં જાયફળ  ઘસી તેનો લેપ કરવાથી માથાના દુ:ખાવામાં રાહત મળે છે.
 
8. કોથમીર વાટી એનો લેપ લગાવવાથી પણ આરામ મળે છે. 
 
9. સફેદ સૂતી કાપડને સોડાના પાણીમાં પલાળી માથા પર મુકવાથી પણ રાહત મળે છે. 
 

વેબદુનિયા પર વાંચો