Home Remedies - અસ્થમાના રોગીઓ માટે લાભકારી છે બકરીનુ દૂધ

સોમવાર, 12 જૂન 2017 (11:54 IST)
આપણે બીમારીઓથી બચવા માટે ઘણી બધી રીત અપનાવીએ છીએ. પણ આજે અમે તમને એક ખાસ રીત બતાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી તમે ખૂબ જ સહેલાઈથી તમારા શરીરને બીમારીઓથી બચાવી શકો છો.  કેટલાક એવા ફળ પણ હોય છે જેને ખાવાથી બીમારીઓથી બચી શકાય  છે. 
1. ક્યારેક ક્યારેક ભૂખ ન લાગવાની સમસ્યા થઈ જાય છે. જો તમને પણ ભૂખ નથી લાગતી તો સવારે ઉઠીને લીંબૂ પાણી પીવાથી આરામ મળે છે. આ ઉપરાંત જો તમે જમતા પહેલા આદુને વાટીને સંચળ સાથે ખાવામાં આવે તો ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
2. ક્યારેક ક્યારેક આપણા શરીરનું લોહી સારી રીતે સાફ થતુ નથી. જેને કારણે અનેક બીમારીઓ થવાનો ભય રહે છે. તેનાથી બચાઅ માટે રોજ લીંબૂ, ગાજર, કોબીજ, પાલક, ચુકંદર, સફરજન, તુલસી, લીમડો અને વેલના પાનને મિક્સ કરીને તેનુ જ્યુસ કાઢી લો. તેને પીવાથી લોહી શુદ્ધ થાય જ છે સાથે જ પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. 
 
3. જો તમને અસ્થમાની બીમારી છે તો રોજ લસણ, આદુ, તુલસી, બીટ, કોબીજ, ગાજરનો રસ કે ભાજીની સૂપ કે પછી મગની દાળનુ સૂપ પીવાથી તમને આરામ મળશે. આ ઉપરાંત અસ્થમાના રોગીઓ માટે બકરીનુ શુદ્ધ દૂધ પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો