સવારે ખાલી પેટ લસણ ખાવાના થાય છે આ 5 ફાયદા

મંગળવાર, 26 જૂન 2018 (14:06 IST)
લસણ ખાવાના અનેક ફાયદા છે. આયુર્વેદમાં તો લસણને ઔષધિ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે કોઈને કોઈ રૂપમાં લસણને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરવા જોઈએ. પણ સવાર સવારે ખાલી પેટ લસણ ખાવાના અનેક ફાયદા થાય છે. આવો જાણીએ શુ છે એ ફાયદા 
 
1. હાઈ બીપીથી છુટકારો - લસણ ખાવાથી હાઈબીપીમાં આરામ મળે છે. ઉલ્લેખનીય છે કે લસણ બ્લડ સર્કુલેશનને કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ છે  હાઈબીપીની સમસ્યાનો સામનો કરી રહેલ લોકોને રોજ લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. 
 
2. પેટની બીમારીઓ કરે છૂમંતર - પેટ સાથે જોડાયેલ બીમારીઓ જેવી કે ડાયેરિયા અને કબજિયાતની રોકથામમાં લસણ ખૂબ જ ઉપયોગી છે. પાણી ઉકાળીને તેમા લસણની કળીઓ નાખી દો. ખાલી પેટ આ પાણીને પીવાથી ડાયેરિયા અને કબજિયાતથી આરામ મળશે. 
 
3. દિલ રહેશે હેલ્ધી - લસણ દિલ સાથે સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.  લસણ ખાવાથી લોહીની ગાઠો પડતી નથી અને હાર્ટ અટેક થવાનુ સંકટ ઓછુ થઈ જાય છે. 
 
4. ડાયજેશન થશે સારુ - ખાલી પેટ લસણની કળીઓ ચાવવાથી તમારુ ડાયજેશન સારુ રહે છે અને ભૂખ પણ ખુલી જાય છે. 
 
5. શરદી-ખાંસીમાં રાહત -  લસણ ખાવાથી શરદી-તાવ, ખાંસી, અસ્થમા, નિમોનિયા, બ્રોકાઈટિસની સારવામાં ફાયદો છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર