ભારતીય ખાનપાનમાં અજમાનો પ્રયોગ સદીયોથી થતો આવ્યો છે. આર્યુવેદ મુજબ અજમો પાચનક્રિયા સરળ બનાવે છે. આ કફ, પેટ અને છાતીના દુખાવા તેમજ કૃમિ રોગમાં લાભકારી છે. સાથે જ હિચકી, ઓડકાર, પેટ ખરાબ થવુ, પેશાબ રોકાવવી અને પથરી જેવી બીમારીમાં પણ લાભકારી હોય છે.
આયુર્વેદ મુજબ અજમો પાચક, રૂચિકારક, તીક્ષ્ણ, ગરમ, ચટપટો, કડવો, અને પિત્તવર્ધક હોય છે. પાચક ઔષધિયોમાંતેનુ ખૂબ મહત્વપુર્ણ સ્થાન છે. એકમાત્ર અજમો જ અનેક પ્રકારના અનાજને પચાવનારુ છે. આવો આજે જાણીએ અજમાના સ્વાસ્થ્ય લાભ વિશે..