કસરત કર્યા વગર જ વજન ઉતારવુ હોય તો આ ઉપાય અજમાવો

સોમવાર, 18 જુલાઈ 2016 (12:13 IST)
સ્ત્રી હોય કે પુરૂષ, બાળકો હોય કે મોટા, આજે જાડાપણુ દરેક માટે માથાનો દુખાવો બન્યુ છે. ઉલ્લેખનીય છે કે ફિટ એંડ ફાઈન તો દરેક કોઈ રહેવા માંગે છે પણ મેહનત કર્યા વગર.  બીજુ સૌથી મોટુ કારણ એ પણ છે કે લાઈફ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે કોઈની પાસે એટલો સમય જ નથી કે તે કલાકો જીમમાં વિતાવે કે બહાર વોક કરવા જાય.  જો તમે પણ જાડાપણાથી પરેશાન છો અને એક્સરસઈઝ કર્યા વગર જ વજન ઘટાડવા માંગો છો તો આ ઉપાયોનું પાલન કરો.  તેનાથી દિવસો દિવસ તમારુ જાડાપણું ઓછુ થવા માંડશે અને તમે સુંદર તેમજ આકર્ષક દેખાશો. 
 
- અનેક લોકો જમ્યા પછી તરત જ આરામ કરવા માંડે છે કે સૂઈ જાય છે. ખાધા પછી તરત બેસવુ કે સૂઈ જવાથી પેટ અને કમરની ચરબી વધે છે. જો તમે પેટ અને કમરનું જાડાપણું ઓછુ કરવા માંગો છો તો 30 મિનિટ વોક જરૂર કરો. 
 
- જેટલી ભૂખ લાગી છે તેનાથી ઓછુ જમો. આવુ કરવાથી ગેસ બનતી નથી અને પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. ગેસને કારણે આપણું પેટ વધી જાય છે.  જેનાથી પેટ ફુલેલુ દેખાય છે. 
 
- ટોયલેટ એક ચોક્કસ સમય પર જ જાવ. તેનાથી પેટ સારી રીતે સાફ થઈ જશે અને ગેસ પણ નહી બને. 
 
- ઘઉં ના લોટની રોટલી ખાવાને બદલે જવ-ચણાના લોટની રોટલી ખાવ. 10 કિલો ચણાના લોટમાં 2 કિલો જવનો લોટ મિક્સ કરી લો અને તેની રોટલી ખાવ. તેનાથી પેટની જ નહી શરીરની ચરબી પણ ઓછી થશે. 
 
- સવારે તાજા પાણીમાં બે ચમચી મઘ મિક્સ કરીને જરૂર પીવો. તેનાથી જાડાપણું ઓછુ થઈ જાય છે. પણ પાતળા થવા માટે દૂધ અને શુદ્ધ ઘી નુ સેવન કરવુ બંધ ન કરો. નહી તો શરીરમાં આંતરિક કમજોરી શરૂ થશે.  તેનાથી સાંધાનો દુખાવો અને ગેસ બનવા જેવી પરેશાની શરૂ થઈ જશે. 
 
- એક તપેલુ ભરીને પાણી લો તેમા એક મુઠ્ઠી અજમો અને મીઠુ નાખીને ઉકાળો. જ્યારે વરાળ આવવા માંડે ત્યારે તેના પર ચાયણી કે કાણાવાળુ ઢાકણ મુકી દો. હવે એક કપડુ લો અને તેને ઠંડા પાણીમં નિચોડી લો અને જાળી પર મુકીને ગરમ કરો અને તેનાથી પેટ સેંકો. આવુ રોજ કરવાથી પેટ ઓછુ થવા માંડશે. 

વેબદુનિયા પર વાંચો