રાઈના ઔષધીય ગુણો

- રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે.

-પેટની અંદરના કૃમિ આના પાણીથી મરી જાય છે.

-રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખાતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે.

-રાઈના લેપથી સોજો ઉતરી જાય છે.

- રાઈ લેપમાં  કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે. 
 
- ચપટી રાઈનું ચૂરણ પાણીમાં ભેળવી બાળકોને આપવાથી તે રાતમાં પથારી પર પેશાબ કરવાનું બંધ કરી દે છે.
 
 - જો કોઈ વ્યક્તિને સતત ઝાડા થઈ રહ્યા હોય તો હથેળીમાં થોડી એવી રાઈ લઈને હળવા હુંફાળા પાણી સાથે રોગીને પીવડાવામાં આવે તો ઘણો આરામ મળે છે. માનવામાં આવે છે કે રાઈ ઝાડાને રોકવામાં સક્ષમ હોય છે
 
-રાઈને ઘોળીને માથા પર લગાવવાથી માથાની ફોડકી અને વાળનું ખરવું પણ બંધ થઈ જાય છે. ડાંગના હર્બલ જાણકારો અનુસાર એવું કરવાથી માથાનો ખોડો પણ દૂર થઈ જાય છે.
 
-ગરમ પાણીમાં રાઈને નાંખવાથી રાઈ ફુલી જાય છે અને તેના ગુણ પાણીની અંદર પહોચી જાય છે. આ પાણીને નવાયું સહન કરી શકાય તેટલુ ટબમા લઈને કમર સુધી ભરીને બેસવાથી બધા જ પ્રકારના યૌન રોગ પ્રદર, પ્રમેહ વગેરેમાં સારો એવો સુધારો થઈ જાય છે.

-રાઈને વાટીને મધમાં ભેળવીને સુંઘવાથી શરદીમાં આરામ થાય છે.

- રાઈના તેલમાં એકદમ ઝીણું મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગનો નાશ થાય છે.

વેબદુનિયા પર વાંચો