ખાંસી જેવા રોગો ઘણા કારણોથી ઉત્પન્ન હોઈ શકે છે. મૌસમમાં બદલાવને કારણ તળેલી વસ્તુઓનું વધારે સેવન કરવાને કારણે ,ઠંડી વસ્તુઓનું સેવન કરવું , કોઈ પણ વસ્તુથી એલર્જીના કારણે ધૂળ માટીના કારણે પણ ખાંસી શરૂ થઈ શકે છે. ખાંસી પણ ઘણી રીતની હોઈ શકે છે. વધારે ખાંસી આવવાને કારણે આપણી તંદુરસ્તી પર વધારે અસર પડે છે. આ રોગનો ઉપચાર તમે સાઈડ ઈફેક્ટસ વાળી દવાઓ લીધા વગર ઘરમાં રહેલી પ્રાકૃતિક વસ્તુઓની મદદથી સહેલાઈથી કરી શકો છો. જો ખાંસીથી 2 અઠવાડિયા સુધી છુટકારો ન મળે તો ડાકટરનો તરત જ સંપર્ક કરવો.