પૌષ્ટિકતાથી ભરપૂર છે બીટનો રસ

મંગળવાર, 28 એપ્રિલ 2015 (15:58 IST)
બીટનો રસ પીવાથી શરીરમાં માત્ર હિમોગ્લોબિન જ નથી વધતુ પણ બીજા અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.  જો તમે આના શાકને નફરત કરો છો તો જરા એકવાર તેના ફાયદા વિશે જરૂર જાણી લો. કદાચ ખૂબ ઓછા લોકો જાણે છે કે બીટમાં લોહ તત્વની માત્રા વધુ હોતી નથી. પણ તેમાથી મળતા લોહ તત્વ ઉચ્ચ ગુણવત્તાના હોય છે જે રક્ત નિર્માણ માટે વિશેષ મહત્વપુર્ણ છે.  એવુ કહેવાય છે કે બીટનો ઘટ્ટ લાલ રંગ તેમા રહેલા લોહ તત્વની પ્રચૂરતાને કારણે છે. પણ સત્ય એ છે કે બીટનો ઘટ્ટ લાલ રંગ તેમા જોવા મળતા એક રંગકણ (બીટા સાયનિન)ને કારણે હોય છે. એંટી ઑક્સીડેંટ ગુણોને કારણે રંગકણ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. 
 
એનર્જી વધારે - જો તમે આળસ અનુભવી રહ્યા છો કે પછી થાક લાગે તો બીટનો રસ પી લો. તેમા કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીર પર થતા  પાણીના ફોલ્લા, બળતરા અને ખીલ માટે ખૂબ ઉપયોગી હોય છે. ખાંસી અને તાવમાં પણ ત્વચાને સાફ કરવામાં તેનો ઉપયોગ કરી શકાય છે. 
 
પૌષ્ટિકતાથી ભરપૂર - આ પ્રાકૃતિક શર્કરાનુ સ્ત્રોત હોય છે. તેમા કેલ્શિયમ, મિનરલ, મેગ્નેશિયમ, આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ, ક્લોરીન, આયોડીન અને અન્ય મહત્વપુર્ણ વિટામિન જોવા મળે છે. તેથી ઘર પર તેનુ શાક બનાવીને તમારા બાળકોને જરૂર ખવડાવો. 
 
હ્રદય માટે - બીટનો રસ હાઈપરટેંશન અને હ્રદય સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. ખાસ કરીને બીટના રસનુ સેવન કરવાથી વ્યક્તિમાં લોહીનો સંચાર ખૂબ વધી જાય છે. રક્તની ધમનીઓમાં જામેલી ચરબીને પણ તેમા રહેલા બેટેન નામક તત્વો જામતા રોકે છે. 
 
સ્વાસ્થ્યવર્ધક પીણું - જે લોકો જીમમાં તનતોડીને વર્કઆઉટ કરે છે. તેમના માટે બીટનો રસ ખૂબ જ ફાયદાકારી છે. તેને પીવાથી શરીરમાં એનર્જી વધે છે અને થાક દૂર થાય છે. સાથે જ જો હાઈ બીપી થઈ ગયો હોય તો તેને પીવાથી માત્ર એક કલાકમાં શરીર નોર્મલ થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો