મોઢાના ચાંદા ઠીક કરે છે નારિયળ , જાણો એના ફાયદા

મંગળવાર, 7 જુલાઈ 2015 (15:14 IST)
નારિયળમાં રહેલા ખનિજ , પ્રોટીન અને વિટામિનની પ્રચુર માત્રા એના ઔષધીય ગુણ પ્રદાન કરે છે. આથી શરીર સ્વસ્થ અને સુંદર બન્યુ રહે છે. આવો જાણીએ એના ફાયદા વિશે. 
 
1. ઉંઘ ન આવવાની સ્થિતિમાં નારિયળના દૂધનો  ઉપયોગ ખૂબ ગુણકારી અને લાભદાયક છે. 
 
2. એમાં કાર્બોહાઈડ્રેડ , કેલ્શિયમ , પ્રોટીન , ફાઈબર , આયરન અને વિટામિન હોય છે જેનાથી શરીરને આવશ્યક શક્તિ અને ઉર્જા મળે છે અને લોહીની ઉણપ નથી રહેતી. 
 
3. નારિયળની કાચી ગિરીમાં ઘણા એંજાઈમ હોય છે જે પાચનક્રિયામાં મદદગાર હોય છે. પેટમાં દુ:ખાવા કે ગેસ બને તો નરિયળના  પાણીનું સેવન કરો. આનાથી ઉલ્ટી પણ બંદ થઈ જાય છે. 
 
4. સૂકા નારિયળના દૂધ , એક ચમચી પોશ્તા દાણા અને મધ મિક્સ કરી રાત્રીમાં સૂતા પહેલા સેવન કરો.  
 
5. પેટમાં થતા અલ્સરને નારિયળ પાણીના સેવનથી દૂર કરી શકાય છે. નારિયળ પાણી પાચનને ઠીક રાખે છે અને પેટના રોગોને પણ દૂર કરે છે. 
 
6. શ્વાસ સંબંધી રોગીને કાચા નારિયળનું  સેવન કરવુ જોઈએ. આથી શ્વાસનો  વિકાર દૂર થાય છે. 
 
7. મોઢામાં  ચાંદા થતા સૂકા નારિયળમાં થોડી શાકર નાખી મોઢામાં રાખવાથી ચાંદામાં રાહત મળે છે. ખોડો થતા એના તેલમાં લીબૂનો રસ મિક્સ કરી વાળની જડમાં માલિશ કરો. 

વેબદુનિયા પર વાંચો