ઈલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા અને સુંગંધ લાવવા માટે કરવામાં આવે છે. આ દેખાવમાં ભલે નાની હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. તેને ખાવાથી પથરી, ગળાની સમસ્યા, કફ, ગેસ બવાસી ટીબી પેશાબમાં થતી બળતરાથી રાહત, ઉલટી, પિત્ત, રક્ત રોગ, હ્રદય રોગ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે. ઈલાયચીને તમે કોઈપણ સમયે ખાઈ શકો છો. પણ રાત્રે તેનુ સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે. આજે અમે તમને ઈલાયચી ખાવાથી થનારા ફાયદા વિશે બતાવવા જઈ રહ્યા છીએ.