home-careએસિડિટી થતા તરત જ અપનાવો આ ઘરેલુ નુસ્ખા

શુક્રવાર, 14 એપ્રિલ 2017 (16:51 IST)
એસિડિટી.. આ સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. પેટમાં એસિડિટી તળેલી વસ્તુઓ અને મસાલેદાર ખોરાક ખાવાથી થાય છે. આ પરેશાનીથી રાહત મેળવવા માટે લોકો અનેક દવાઓનુ સેવન પણ કરે છે.  પણ છતા પણ તેમને વધુ કોઈ ફરક જોવા મળતો નથી.  આવો આજે અમે તમને એસિડીટીથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશુ. જેને અપનાવીને તમે આ સમસ્યાથી જલ્દી રાહત મેળવી શકો છો. 
 
1. ત્રિફળા - ત્રિફળાનું સેવન એસિડીટીમાં ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. ત્રિફળાને દૂધ સાથે પીવાથી એસિડીટી સમાપ્ત થઈ જાય છે.  
 
2. દરાખ (મુનક્કા) - સૌ પહેલા દૂધમાં દરાખ(મોટી કિશમિશ)  નાખીને તેને ઉકાળી લો. ત્યારબાદ દૂધને ઠંડુ કરીને તેનુ સેવન કરો. તમને જલ્દી રાહત મળશે. 
 
3. નારિયળનુ પાણી - નારિયળનુ પાણી પીવાથી એસીડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.  આ ઉપરાંત લવિંગને ચૂસવાથી પણ એસિડીટી ખતમ થઈ જાય છે. 
 
4. મૂળા - સલાદમાં મૂળાનો પ્રયોગ કરો અને મૂળા પર સંચળ અને કાળા મરી ભભરાવીને ખાવ. તેનાથી એસીડિટીમાં ખૂબ આરામ મળશે. 
 
5. ફુદીના - ફુદીના એસિડીટીની સમસ્યાને દૂર કરવા માટે કારગર છે.  એસિડીટીથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી એક કપ ફુદીનાની ચા પીવો. 

વેબદુનિયા પર વાંચો