2 ચમચી આમળાનુ જ્યુસ કરે બીમારીઓ દૂર

બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (14:18 IST)
આમળામાં ઘણા બધા વિટામીન રહેલા છે. તેમા ઓરેંજથી 20 ગણુ વધુ વિટામિન C હોય છે. એવુ કહેવાય છે કે રોજ બે ચમચી આમળાનું જ્યુસ પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે અને વય પણ વધુ સમય સુધીની રહે છે. આજે અમે તમને આમળાના જ્યુસ પીવાથી થનારા અનેક ફાયદા વિશે બતાવીશુ. 
 
1. હાર્ટ પ્રોબ્લેમ - હાર્ટ પ્રોબ્લેમવાળા રોગીઓએ આમળાનું જ્યુસ પીવુ જોઈએ તેનાથી કોલેસ્ટ્રોલ અને દિલની બધી બીમારીઓ દૂર રહે છે. 



2. જાડાપણુ ઓછુ - રોજ આમળાનુ જ્યુસ પીવાથી જાડાપણું ઘટે છે અને શરીર સ્વસ્થ રહે છે. 
 
3. ડાયજેશન - જો તમને ડાયજેશનની પ્રોબ્લેમ છે તો રોજ રાત્રે સૂતા પહેલા 2 ચમચી આમળાનુ જ્યુસ પીવાથી મદદ મળે છે. 


 






 4. સ્કિન માટે લાભકારી - અડધો કપ આમળાના જ્યુસમાં 1 ચમચી મધ નાખીને પીવાથી ચેહરાના બધા પિંપલ્સ દૂર થઈ જાય છે અને ત્વચા ગ્લોઈંગ થાય છે. 
 
5. યૂરિનની સમસ્યા -  આમળાનુ જ્યુસ પીવાથી યૂરિનની બધા પ્રકારની પ્રોબલેમ્બ દૂર થાય છે. કારણ કે તેમા ડાઈયૂરેટિક ગુણ પુષ્કળ માત્રામાં હોય છે. 
 
6. ડાયાબિટીસ - જો તમને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે તો આમળાના જ્યુસમાં મધ અને હળદર મિક્સ કરીને પીવાથી છુટકારો મળે છે. 

વેબદુનિયા પર વાંચો