પેટની ગેસથી પરેશાન છો તો કરો આ સરળ ઉપાય

મંગળવાર, 28 માર્ચ 2017 (17:54 IST)
પાચન પ્રણાલી સાથે જોડાયેલ સમસ્યાઓથી આપણે ક્યારેય ને ક્યારેય તો પીડિત થઈએ જ છીએ. મોટાભાગે અપચાને કારણે આપણે ફુલેલા પેટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ખૂબ અસુખદ અને અત્યાઘુનિક તણાવ આપનારી હોય છે. આવો જાણીએ પેટમાં થનારી ગેસ અને તેના ઉપચાર વિશે.. 
 
પેટની ગેસ વધવાના કારણો  
 
ચા કે કોફી - આ ગેસનુ સૌથી સામાન્ય કારણ છે. ચા સાથે ઉકાળેલુ દૂધ આંતરડાની લાઈનિંગમાં બળતરા અને ગેસયુક્ત તત્વ ઉભા કરે છે. કોફીમાં એસિડિક પી.એચ થાય છે જે ગેસ કરે છે. જેવુ તમે તેમા દૂધ નાખો છો કે સમસ્યા વધી જાય છે. 
 
ખાલી પેટ રહેવુ - આપણી આંતડિયો ત્યારે પણ કામ કરતી હોય છે જ્યારે આપણા પેટમાં બિલકુલ ભોજન નથી થતુ.  આંતરડા અસંખ્ય સ્વસ્થ અને અસ્વસ્થ બૈક્ટેરિયાનુ ઘર હોય છે અને ગેસ ઉભો કરે છે. પેટ પાચન માટે એસિડ બનાવે છે. જ્યારે આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ છીએ તો પેટનુ એસિડ અને આંતરડા મથવાની પ્રક્રિયાથી વધુ ગેસ ઉભી થાય છે. 
 
ગેસ પેદા કરનારા ખાદ્યોનુ સેવન - રાજમા. સફેદ ચણા. ફ્લાવર. ગ્રીન ફ્લાવર. મોટાભાગની સુકી ફળીયો અને ભારે દાળ મોટાભાગે ગેસનુ કારણ બને છે. 
 
ખોટા ખાદ્ય મિશ્રણ - જ્યારે આપણે અસ્વસ્થ મિશ્રણોમાં ભોજન કરીએ છીએ તો ગેસ ઉભી થાય છે. ઉદાહરણ તરીકે ખાધા પછી તરબૂચનુ સેવન ગેસ ઉભી કરે છે. વધુ ઝડપથી ખાવાથી પણ ગેસ થાય છે. 
 
તરત રાહતના ઉપાય 
 
આદુ - આદુનો એક ટુકડો ચાવો અને પછી ગરમ પાણીનો એક કપ પીવો. આવુ પણ કરી શકો છો કે આદુને પાણીમાં ઉકાળીને કાઢો તૈયાર કરો અને તેને પીવો. 
 
મિંટ ટી - મિંટ અને પૈપરમિંટમાં એક વિશિષ્ટ તત્વ હોય છે જે આંતરડાઓને રાહત આપે છે અને જમા ગેસ નીકળી જાય છે. 
 
મેથીના બીજ - પાણી અને મેથી બીજોથી તૈયાર કાઢુ કાફી લાભદાયક સાબિત થાય છે.  
 
સંચળ - ગરમ પાણીમાં થોડુ સંચળ મિક્સ કરી તેને પી જાવ 
 
લાંબો ઉપચાર 
 
- લાંબા સમય સુધી ખાવાથી દૂર ન રહો 
- પેટમાં સ્વસ્થકર બૈક્ટેરિયા પેદા કરવા માટે પ્રોબાયોટિક્સ પીવો. જો તમે લૈકટોજ પ્રત્યે અસહનશીલ છો તો એંજાઈમ્સ લો. 
- એક મહિના સુધી રોજ રાત્રે અડધી ચમચી ત્રિફળા પાવડરની સાથે એલોવેરા જ્યુસ પીવાથી લાભ થાય છે 
- કસરત કરો.. ફરવા જાવ. આ બધુ નિયમિત બનાવો જેનાથી તમે સક્રિય રહો. 
- જો તણાવમાં છો તો ઊંડી શ્વાસ લો.  

વેબદુનિયા પર વાંચો