બસ એક ચા ઉતારી શકે છે તમારા ચશ્મા... આ રીતે બનાવો 'મેજીક ટી'

શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (12:27 IST)
મોટાભાગે વધતી વય સાથે જ જોવાની દ્રષ્ટિમાં કમી આવવાથી આંખ નબળી પડવા માંડે છે અને લોકો નંબરવાળા ચશ્માની મદદ લેવા માંડે છે. વર્તમાન સમયમાં હવે સમય પહેલા લોકોના આંખોમાં અનેક સમસ્યા આવવા માંડી છે. 
 
જેનુ કારણ એ પણ હોઈ શકે છે કે આજના યુવાઓની જીવનશૈલીમાં ફેરફાર થવો. કારણ કે સમય પર ન સુવુ. મોડી રાત સુધી જાગવુ. ઊંઘ ન આવવી, ખાવા-પીવામાં ફેરફાર, લાંબા સમય સુધી વાંચવુ, ટીવી જોવુ, સતત કમ્પ્યુટર-મોબાઈલને જોતા રહેવુ વગેરે અનેક પ્રતિરોજની ક્રિયાઓને કારણે આંખોમાં નબળાઈ આવે છે અને લોકો ચશ્મા લગાવવા માટે મજબૂત થઈ જાય છે. આવો આજે અમે તમને કેટલાક ઉપાય બતાવી રહ્યા છે જેનાથી તમે ચશ્મા લગાવો છો તે ઉતરી શકે છે. 
 
આંખ આપણા શરીરનુ સૌથી સુંદર અને મહત્વપૂર્ણ અંગ છે. આંખો પર વધુ સ્ટ્રેસ આપવો અને પ્રદૂષણ સ્તરના વધુ હોવાને કારણે પણ લગભગ બધા લોકો આજકાલ આંખ પર ચશ્મા લગાવીને ફરી રહ્યા છે. જો તમે ચશ્માથી પરેશાન થઈ ગયા છો અને તેને ઉતારવાના પ્રયાસમાં લાગ્યા છો તો મેજિક ટી દ્વારા જરૂર ટ્રાય કરી શકો છો. આ મેજીક ટી બનાવવા માટે તમારે આ રીત અપનાવવી પડશે.. 
 
સૌ પહેલા પાણી ઉકાળીને તેમા કેસર નાખો. જ્યારે તેનો રંગ આવવા માંડે તો ગેસ બંધ કરી દો. આ મિશ્રણને કપમાં કાઢી લો અને તેમા મીઠાસ માટે મધ નાખો. રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ કેસર ચા નુ સેવન જરૂર કરો. રોજ આ ચા નુ સેવન કરવાથી તમે જોશો કે તમારા આરોગ્યમાં કેટલો સુધારો થઈ રહ્યો છે અને દિવસો દિવસ તમારી આંખોની રોશની તેજ થઈ રહી છે. 

વેબદુનિયા પર વાંચો