હેલ્થ ટિપ્સ : આ નાની વાતો તમને એલર્જીથી બચાવશે

ચામડી પર ખંજવાળ આવવી, વારંવાર છીંક આવવી, આંખો લાલ થવી વગેરે એલર્જીના લક્ષણો હોઈ શકે છે. સામાન્ય રીતે આપણે એલર્જી પ્રત્યે વધુ ધ્યાન આપતા નથી. આવુ કરવાથી એલર્જી સ્થાયી થઈ જાય છે. શરૂઆતના સમયમાં જ એલર્જીનો ઈલાજ કરી લેવાથી તેના પર કાબૂ મેળવી શકાય છે. 


ગરમ પાણીથી ધુઓ ચાદર

જો તમને વારંવાર ત્વચા સંબંધી એલર્જી સતાવી રહી હોય તો ઉકળતા પાણીમાં ચાદર ધોવી એ યોગ્ય વિકલ્પ હોઈ શકે છે. દક્ષિણ કોરિયામાં થયેલ એક શોધમાં જોવા મળ્યુ છે કે જે લોકો ચાદરને ગરમ પાણીમાં ધોઈ લે છે તેમણે 35 ટકા એલર્જી થવાની શક્યતા ઘટે છે.

ઘરમાં ફૂલછોડ લગાવો

ઘરમાં છોડ લગાડવાથી સામાન્ય એલર્જીથી બચી શકાય છે. બેલ્જિયમમાં થયેલ એક શોધ મુજબ જે લોકો ઘરમાં છોડ લગાવે છે તેઓ એલર્જીથી બચી શકે છે.

ધૂમ્રપાનથી દૂર રહો

સિગરેટ પીવાથી કે સિગરેટ પીનારા લોકો સાથે રહેવાથી શ્વાસની એલર્જીનુ સંકટ વધી જાય છે. નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ એનવાયરમેંટ સાયંસની શોધ મુજબ જે લોકો સિગરેટ પીને ઘરે આવે છે, તેમનામાંથી 80 ટકા લોકોના પરિવારના લોકો કોઈને કોઈ એલર્જીનો શિકાર જરૂર થાય છે.

ફક્ત દિવસે જ સ્નાન કરો

રાત્રે ન્હાતા લોકોને ફેફ્સાની એલર્જીનુ સંકટ વધુ હોય છે. દિવસે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે અને ત્યારબાદ ન્હાવાથી ફેફસાં સુધી ઓક્સિજન પહોંચવાનુ પ્રમાણ ઘટી જાય છે.

તનાવ હાનિકારક : એક શોધ મુજબ જે લોકો વર્ક પ્લેસ પર વધુ તણાવ અનુભવે છે તેમને 58 ટકા એલર્જીનું સંકટ રહે છે. જે લોકો અડધું કામ થયા બાદ તણાવ અનુભવે છે તેમને એલર્જી થવાની શક્યતા વધુ રહે છે.

વધુ દારૂ હાનિકારક - દારૂનુ 3 ટકા વધુ પ્રમાણ લેવાથી એલર્જીનું સંકટ વધી જાય છે. જે લોકો વધુ દારૂ પીવે છે તેમનામાં હિસ્ટેમનીસની માત્રા વધી જાય છે. આવુ થવાથી એલર્જીના લક્ષણ જેવા કે છીંક આવવી અને ખંજવાળ વધી જાય છે.

વેબદુનિયા પર વાંચો