સુકી ઉધરસ માટે ઘરેલુ ઉપચાર

સુકી ઉધરસ કોઈ પણ ઋતુમાં થઈ શકે છે. આમાં શરદી, કફ કે તાવ કંઈ પણ નથી થતું. પરંતુ જ્યારે સુકી ઉધરસ થાય છે ત્યારે આપણને ખુબ જ હેરાન કરે છે. તેને માટે ઘરેલુ ઉપચાર નીચે પ્રમાણે છે-

ગાયના દૂધથી બનેલ ઘી 15 થી 20 ગ્રામ અને કાળા મરીને લઈને એક વાટકીમાં મુકીને આગ પર ગરમ કરી લો. જ્યારે કાળા મરી કડકડવા લાગી જાય ત્યારે તેને ઉકાળીને થોડુક ઠંડુ કરી લો અને તેમાં 20 ગ્રામ જેટલી દળેલી સાકર ભેળવી દો. જ્યારે તે થોડુક ગરમ હોય ત્યારે કાળા મરીને ચાવીને ખાઈ લો.

આ ખાધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું પીવુ નહિ. આ પ્રયોગ બે દિવસ સુધી કરવાથી ઉધરસ દૂર થઈ જશે.

વેબદુનિયા પર વાંચો