મચ્છરોથી છુટકારો મેળવવાના પ્રાકૃતિક ઉપાય અજમાવી જુઓ

શનિવાર, 10 મે 2014 (17:17 IST)
આપણી આજુબાજુ ફરતા મચ્છરોથી આપણે બધા પરેશાન છીએ. આવામાં અમેરિકી વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે મનુષ્યના 
શરીરમાં એવી ગંધ હોય છે જે ખૂન ચૂસનારા જીવોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અનેક વાર મચ્છરોથી બચાવ માટે 
 
આપણે સામાન્ય રીતે બજારમાં મળતા નિરોધકનો ઉપયોગ કરીએ છીએ. પણ આનાથી મોટાભાગના મચ્છરો પર તેની 
વધુ અસર થતી નથી અને તેના ધુમાડાથી કે તેની સુગંધથી આપણો પણ દમ ઘુટે છે.  આવામાં મચ્છરોથી બચાવ માટે આ પ્રાકૃતિક ઉપાયો ખૂબ મદદરૂપ છે. 
 
લેવેંડરનુ તેલ - આ તેલને તમારી ત્વચા પર લગાવવાથી મચ્છર કીટ દૂર ભાગે છે. આ ખૂબ જ સુગંધિત તેલ છે અને 
નારિયળ તેલની તુલનામાં ખૂબ જ પાતળુ હોય છે.  
 
લસણનો પ્રયોગ - લસણ આરોગ્ય માટે લાભદાયક છે અને તેની સુગંધથી મચ્છર દૂર ભાગે છે. લસણના તેલને ત્વચા 
પર લગાડવાથી મચ્છર દૂર ભાગે છે. 
 
લવિંગનું તેલ - લવિંગના તેલને નારિયળમાં મિક્સ કરો અને તમારી ત્વચા પર મસાજ કરો. આની સુગંધથી મચ્છર 
દૂર રહે છે. તેની અસર ઓડોમોસ જેવી જ હોય છે. 
 
લીમડાનું તેલ - અમેરિકાની નેચનલ રિસર્ચ કાઉંસિલે પણ પોતાની રિસર્ચમાં જોયુ કે લીમડાનું તેલ ખૂબ જ પ્રભાવી છે. 
એટલુ જ નહી ઘરમાં તેનુ ઝાડ લગાડવાથી પણ મચ્છર ઓછા આવે છે. 
 
ગેંદાના ફુલનો પ્રયોગ - ગેંદાના ફુલ પણ મચ્છરોને દૂર ભગાડવામાં ખૂબ જ મદદરૂપ છે. તેની સુગંધ તમને તાજગી આપવાની સાથે સાથે મચ્છરને પણ દૂર ભગાડે છે. ગેંદાનો છોડ ઘરમાં મુકવાથી સાંજના સમયે મચ્છર ઘરમાં આવતા નથી.  
 
અજમાનો પાવડર - એક રિસર્ચમાં જાણવા મળ્યુ છેકે અજમાથી પણ મચ્છર દૂર રહે છે. જે સ્થાન પર મચ્છર વધુ હોય ત્યા અજમો છાંટવાથી મચ્છર દૂર રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો