દવા નહી ફક્ત એક જ્યુસ અપાવશે માથાના દુ:ખાવાથી છુટકારો

બુધવાર, 27 જુલાઈ 2016 (17:57 IST)
મોટાભાગના લોકોને નાના નાના કામ કરતી વખતે માથાનો દુખાવો થાય છે. આવામાં આપણે આપણા કામમાં મન નથી લગાવી શકતા અને આપના વ્યવ્હારમાં પણ ચિડચિડાપણું આવવા માંડે છે.  માથાનો દુ:ખાવો ઓછો કરવા માટે આપણે પેન કિલર લઈએ છીએ. પણ તેની પણ કોઈ અસર નથી થતી પણ તમને પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને એક એવુ ડ્રિંક બતાવીશુ જેને પીને તમારો માથાનો દુખાવો તરત દૂર થઈ જશે. 
 
માથાના દુખાવાનુ કારણ 
 
- કોલ્ડ અને ફ્લૂ 
- થાક 
- શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી 
- તનાવ 
- કમ્પ્યુટરની સામે વધુ સમય બેસવુ 
- હાઈપરટેંશન 
 
જો તમે પણ માથાના દુખાવાથી છો પરેશાન તો આ ડ્રિંકનો ઉપયોગ જરૂર કરો 
 
સામગ્રી - 1/2 કપ લેમન જ્યુસ, 1 ચમચી મધ, 2 ડ્રોપ્સ લેવેંડર ઓઈલ. 
 
બનાવવાની રીત - લેમન જ્યુસ, મધ અને લેવેંડર ઓઈલને એક કપમાં સારી રીતે મિક્સ કરી લો. બસ થઈ ગયુ તમારુ જ્યુસ તૈયાર. 
 
આ જ્યુસની વિશેષતા 
 
- આ જ્યુસ તમારા માથાના દુખાવાને એક કલાકમાં જ દૂર કરી નાખશે 
- આ જ્યુસમાં વિટામિન C અને એંટીઓક્સીડેંટ હોય છે.  જે લોહીમાં ભળીને નકારાત્મક કણોને દૂર કરે છે.  

વેબદુનિયા પર વાંચો