ઘરેલુ ઉપચાર : શુ તમે આઈબ્રોજના ખોડાથી પરેશાન છો ? તો આટલુ કરો..

P.R
વાળમાં ખોડો મતલબ ડેનડ્રફની સમસ્યા રહે છે. પણ ક્યારેક ક્યારેક આઈબ્રોઝમાં પણ ખોડો થઈ જાય છે. આઈબ્રોનો ખોડો વાળના ખોડાથી વધુ કષ્ટદાયક છે કારણ કે આનાથી આંખોમાં ખંજવાળ કે બળતરા થઈ શકે છે.

નિષ્ણાતોના કહેવા મુજબ આઈબ્રોના ખોડાથી મુક્તિ મેળવવા માટે સાફ સફાઈનુ ધ્યાન રાખો. આ સાથે જ કેટલાક ઘરેલુ ઉપાય છે જે આઈબ્રોના ખોડાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

રોજમેરીનુ તેલ જીવાણુરોધી હોય છે. આઈબ્રોજની મસાજ જો આ તેલથી કરવામાં આવે તો રાહત મળે છે. કાબુલી ચણાનુ પેસ્ટ બનાવીને પણ આઈબ્રોઝ પર લગાવી શકાય છે. કારણ કે તેમા રહેલા વિટામિન બી 6 અને જિંક ખોડાને દૂર કરવાનુ કામ કરે છે. કાબુલી ચણાને બદલે તમે આખા મેથીનું પેસ્ટ પણ આઈબ્રોઝ પર એક કલાક માટે લગાવીને રાખી મુકી શકો.

સિરકા અને પાણી સમાન પ્રમાણમાં લઈને મિક્સ કરો. આ મિશ્રણને કોટનની મદદથી આઈબ્રોઝ પર લગાવો. બે કલાક પછી શુદ્ધ પાણીથી ધોઈ લો. તાજા લીંબૂનો રસ પણ તમે આઈબ્રોઝ પર લગાવી શકો છો.

ઘરેલુ ઉપાય અજમાવવાની સાથે સાથે ખાવા પીવાનુ ધ્યાન રાખો. ખાવામાં તળેલા પદાર્થોનુ સેવન ઓછુ કરી દો. તાજા ફળ અને લીલી શાકભાજીઓનું સેવન ફાયદાકારી રહેશે. લસણ ખાવાથી પણ ખોડાની સમસ્યા રહેતી નથી. કારણ કે તેમા જોવા મળતુ એલિસિન ડેંડ્રફથી બચાવે છે.

વેબદુનિયા પર વાંચો