ઘરેલુ ઉપચાર : અનેક રોગોનો ઈલાજ છે કાળા મરી

P.R
કાળા મરીને 'કિંગ ઓફ સ્પાઇસ' કહેવાય છે જે મહત્વના મસાલા પૈકીનો એક મસાલો છે. દક્ષિણ ભારતમાં તેનો સવિશેષ ઉપયોગ થાય છે પણ હવે ટ્રોપિકલ દેશોમાં તેને વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. ભોજનમાં વપરાતા કાળા મરીનો ઉપયોગ ગરમ મસાલામાં કરી શકાય છે. મસાલા સિવાય તેનો ઉપયોગ અનેક રોગોમાં પણ કરવામાં આવે છે.

નેત્ર રોગોમાં : કાળા મરીનો ઉપયોગ નેત્ર જ્યોતિમાં બહુ મદદરૂપ હોય છે. તેના પાવડરને શુદ્ધ દેશી ઘી સાથે મિક્સ કરી ખાવાથી આંખોની જ્યોતિની સાથે-સાથે આંખોના અનેક રોગો પણ દૂર થાય છે.

શરદી, ખાસીમાં રાહત : અડધી ચમચી કાળા મરચાના પાવડરને થોડા ગોળમાં મિક્સ કરી નાની-નાની ગોળીઓ બનાવીને ચૂસવાથી ખાંસીમાં આરામ મળે છે. પાણીમાં તુલસી, કાળા મરી, આદુને લવિંગ અને ઇલાયચી પાવડરની સાથે ઉકાળીને તેની ચા બનાવીને પીવાથી શરદી, તાવમાં લાભ થાય છે.

પાચનતંત્ર સંબંધી રોગોમાં : કાળા મરીને કિશમિશ સાથે મિક્સ કરી 2થી 3 વખત ચાવીને ખાવાથી પેટના જીવાણું દૂર થાય છે. છાશમાં કાળા મરચાંનો પાવડર મિક્સ કરી પીવાથી પેટમાં રહેલા જીવાણુંઓ નાશ પામે છે. લીંબુના ટૂકડામાંથી બીજ કાઢીને તેમાં સંચળ અને મરીનો ભૂક્કો નાંખીને ગરમ કરી ચૂસવાથી કબજિયાતમાં લાભ મળે છે. એક કપ ગરમ પાણીમાં 3-4 દળેલા મરીની સાથે લીંબુનો રસ મિક્સ કરી પીવાથી ગેસની ફરિયાદ દૂર થાય છે.

અન્ય રોગોમાં : મીઠા સાથે કાળા મરીનો પાવડર મિક્સ કરી દાંતમાં ઘસવાથી પાયોરિયાની સમસ્યામાં સુધારો થાય છે તથા દાંતોની ચમક અને મજબૂતી વધે છે.

આ સિવાય દળેલા મરીમાં થોડું મધ મિક્સ કરી ખાવાથી સ્મરણશક્તિ વધે છે. દળેલા કાળા મરીને તલના તેલમાં ગરમ કરી, ઠંડું પાડી આ તેલને માંસપેશીઓ પર લગાવવાથી સંધિવાની પીડામાં પણ રાહત રહે છે.

વેબદુનિયા પર વાંચો