આ દેશી તરીકોથી ભાગી જશે મચ્છર

શનિવાર, 28 માર્ચ 2015 (16:05 IST)
ઉનાડાની શરૂઆત થતાં જ મચ્છર પણ પરેશાન કરવા લાગે છે. આ પ્રાકૃતિક ઉપચાર અજમાવી તમે મચ્છરોથી બચી શકો છો. આવો જાણીએ મચ્છર ભગાડવાના દેશી તરીકા વિશે..... 
 
લવિંગના તેલ

 ઘણી શોધોમાં આ પ્રમાણિત થઈ ગયું છે કે લવિંગના તેલની સુગંધથી જ મચ્છર દૂર ભાગે છે. લવિંગના તેલમાં નારિયલ તેલ મિક્સ કરી ત્વચા પર લગાડો. 
 
અજમાના પાવડર
 
એક શોધ પ્રમાણે અજમાથી મચ્છર દૂર રહે છે. જે જગ્યા પર મચ્છર વધારે હોય,  ત્યાં અજમા કે એના પાવડર નાખી દો. 
 
સોયાબીન તેલ -

સોયાબીનના તેલથી ત્વચાની હળવી મસાજ કરો. આથી મચ્છર દૂર રહેશે. આ સિવાય નીલગિરીનો તેલ પણ કારગર છે/ 

 
ગેંદાના ફૂલ 
 
એની ગંધથી તાજગી આવે છે  અને મચ્છર પણ દૂર રહેશે. ગેંદાના ઝાડ બાગમાં લગાવો સાથે જ બાલકનીમાં પણ લગાડો જેનાથી  મચ્છર તમારા ઘરમાં નહી આવશે. 
 
ગોબરના છાણા

ગોબરના છાણાને સળગાવી એના ઉપર હવન સામગ્રી કે સૂકા લીમડાના પત્તા નાખી દો. બારી કે બારણાને બંદ કરી કમરામાં 10 મિનિટ માટે એના ધુમાડો કરો . આ સમયે ઘરના લોકો રૂમથી બહાર ચાલ્યા જાય . ધુમાડા પછી બારી અને બારણા ખોલી દો. આ પ્રયોગમાં કપૂરનો ઉપયોગ પણ કરી શકો છો. 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો