સુરક્ષિત ઉપાયોથી ઉજવો હોળીનો તહેવાર , જાણો કેટલીક ખાસ વસ્તુઓ

સોમવાર, 6 માર્ચ 2017 (15:39 IST)
દર વર્ષે ડાકટરો પાસે એવા બનાવ આવે છે જેમાં કોઈની શરારતથી બીજાની આંખની રોશની ચલી જાય છે. કાનો પરદો ફાટી જાય છે કે ઘણી વાર જીવ પર આવી જાય છે. આથી જરૂરી છે કે તમે સાવધાનીથી હોળી ઉજવો અને બધાની સાથે હોળીના મજાલો . 
આંખો- વધારે રંગ એસિડિક હોય છે. આંખોમાં જતા જ તેનાથી ખંજવાળ કે બળતરા થઈ શકે છે. આંખમાં રંગ ચાલ્યા જાય તો ઠંડા પાઈથી ધોવું. આરામ ન મળે તો ડાકટરથી સંપર્ક કરો. 
 
નખ-
હોળી વીત્યા પછી નખના કોરમાં ઘણા દિવસો સુધી રંગ લાગ્યું રહે છે. જે ખરાબ લાગે છે. નખને સુરક્ષા આપવા માટે ધૂળેટીના દિવસે નેલપાલિશની જાડી પરત લગાડો. નખ જો લાંબા છે તો અંદરની તરફ પણ પરત લગાવી શકો છો. 
 
હોંઠ- 
હોંઠની સુરક્ષા માટે લિપ્સ્ટીક જરૂર લગાડો. હા તેનાથી પહેલા વેસલીનની હળવી પરત લગાવી લો. 
 
વાળ- 
હોળી રમતા પહેલા વાળમાં સારી રીતે તેલ લગાવી લો અને પછી ચોટલી કે જૂડો બનાવી તેને બાંધી લો જેથી કલર તમારા માથાની ત્વચની અંદર ન જઈ શકે. 
 

વેબદુનિયા પર વાંચો