હોળીની રાત્રે અજમાવો મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય, આખુ વર્ષ રહેશે બરકત

શુક્રવાર, 22 માર્ચ 2024 (16:02 IST)
Holi upay
હોળીની રાત્રે પૂનમની રાત હોય છે. આ સમયે મહાલક્ષ્મી પ્રસન્ન મુદ્રામાં હોય છે અને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. હોળીની રાત્રે મા લક્ષ્મીને પ્રસન્ન કરઆ માટે કેટલાક ખાસ ઉપાય કરવાથી બધી મનોકામના પૂરી થાય છે અને મા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તમને દરેક કાર્યમાં સફળતા મળે છે અને આખુ વર્ષ તમારા ઘરમાં બરકત રહે છે.  ધનની કોઈ કમી રહેતી નથી અને નોકરી વેપારમાં પ્રોગ્રેસ થાય છે.  આવો જાણીએ હોળીની રાત્રે કેટલાક વિશેષ ઉપાય. 
 
મા લક્ષ્મીની દિવાળી જ નહી હોળી પર પણ ધન વરસાવે છે. ઉલ્લેખનીય છે કે હોળી રાત પૂર્ણિમાની રાત હોવાને કારણે મા લક્ષ્મીની પૂજાનુ વિશેષ મહત્વ હોળી પર પણ હોય છે.  તમારા ઘરમાં લક્ષ્મીની કૃપા થાય છે અને આખુ વર્ષ તમારા ઘર અને લોકો પર મા લક્ષ્મીનો આશીર્વાદ રહે છે.  બધાનો પ્રોગ્રેસ થાય છે અને કરિયરમાં સફળતા પ્રાપ્ત થાય છે.  આવો જાણીએ હોળીની રાત્રે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક અચૂક ઉપાય જે તમને પ્રોગ્રેસની સાથે સુખ સમૃદ્ધિ પણ આપશે. 
 
હોળીની રાત્રે મા લક્ષ્મીને ખીર અર્પિત કરો 
 
માતા લક્ષ્મીને ખીર સૌથી વધુ પસંદ હોય છે. હોળીની રાત્રે દેવી લક્ષ્મીને કેસર, દૂધથી ઘરે બનાવેલી ખીર ચઢાવો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમને સુખી અને સમૃદ્ધ થવાનો આશીર્વાદ આપે છે. આ ખીર ખાધા પછી અડધી ખીર કોઈ ગરીબ કન્યાને દાન કરો અને બાકીની અડધી આખા પરિવારમાં પ્રસાદ તરીકે વહેંચો. આખા વર્ષ દરમિયાન પરિવારના તમામ સભ્યોની પ્રગતિ થશે.
 
હોળી પર નારિયળનો ઉપાય 
મા લક્ષ્મીનુ પ્રિય ફળ હોય છે નારિયળ. એક નારિયળ લો અને તેને ઉપરથી ફોડીને તેમા મિશ્રી ભરી દો અને પછી તેને હોળીની અગ્નિમાં ચઢાવી દો. આ ઉપાયને કરવાથી તમારી આર્થિક તંગી દૂર થાય છે. નારિયળને ચઢાવ્યા પછી હોળીની ચારે બાજુ 11 વાર પરિક્રમા કરો અને આ ઉપાયને કરવાથી તમને ધનની તંગીનો સામનો નહી કરવો પડે. 
 
હોળી પર પાનનો ઉપાય 
હોળી પર પાનનો ઉપાય કરવો પણ ખૂબ સારો માનવામાં આવે છે. હોલિકા દહન પછી પાનના સાત પત્તા લો અને દરેક પત્તા પર એક ઈલાયચી મુકી દો અને દરેક પાન પર એક જોડી લવિંગ મુકો. હોળી પ્રગટાવતી વખતે તેની પરિક્રમા કરો.  દરેક વખતે પરિક્રમા કર્યા બાદ એક પાન હોળીની અગ્નિમાં ચઢાવી દો. આવુ સાત વખત કરો.  ધનની પ્રાપ્તિ માટે આ ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે. 
 
મુખ્ય દરવાજા પર દિપક પ્રગટાવો 
 
હોળીના દિવસે જ્યારે તમે હોલિકા દહન કરીને ઘરે પાછા ફરો ત્યારે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ દીવા પ્રગટાવો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘર તરફ આકર્ષાય છે અને તમને સુખી અને સમૃદ્ધ બનાવે છે. આ ઉપાયને અનુસરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને પરિવારમાં ખુશીઓ વધે છે.
 
ગોમતી ચક્રનો ઉપાય 
ગોમતી ચક્ર માતા લક્ષ્મીને સૌથી પ્રિય હોય છે. હોળીની રાત્રે 21 ગોમતી ચક્ર લઈને કોઈ શિવમંદિરમાં જાવ અને તેને ચૂપચાપ શિવલિંગ પાસે મુકી આવો. આ ઉપાય કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રહે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.  હોળીની રાત્રે કોઈ ગરીબને ભોજન જરૂર કરાવવુ જોઈએ. તમારા સારા કાર્યોને જોઈને માતા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવે છે અને તમારા વેપારમાં પ્રોગ્રેસ કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર