ટામેટા દ્વારા રમાતી હોળી

W.D

હોળી આમ તો જોવા જઈતો રંગોનો તહેવાર છે રંગ વિના હોળી કેવી? પરંતુ ગ્રીસની અંદર ટામેટાથી હોળી રમવામાં આવે છે. અહીંયા મોટા મોટા રસથી ભરેલા ટામેટા ઉત્પન્ન થાય છે. આને તેઓ લવ એપ્પલ કહે છે. હોળીના દિવસે સરકાર તરફથી દરેક નાગરિકને એ કિલો ટામેટા એટલે કે લવ એપ્પલ ભેટ તરીકે આપવામાં આવે છે. આ દિવસે લોકો નવા વસ્ત્રો ધારણ કરીને આ ટામેટાથી ભરેલી બેગ લઈને રસ્તા પર નીકળી પડે છે અને જે કોઈ પણ સ્ત્રી-પુરૂષ મળે તેને એકબીજાની સામસામે ટામેટા મારે છે. આ લવ એપ્પ્લ જ્યારે શરીર પર અથડાઈને ફૂટે છે ત્યારે શરીર આના રસથી તરબોળ થઈ જાય છે. ટામેટા એકબીજાને મારવા માટે તેઓ એકબીજાની પાછળ દૂર દૂર સુધી દોડે પણ છે અને ટામેટા મારીને જ દમ લે છે.

અહીંયાની યુવતીઓ પોતાના પરિચિતો તેમજ પ્રેમિયોને ગાલ પર ચુંબન આપીને ખુબ જ કળાથી કાળો રંગ લગાવી દે છે. તેઓ આશીષ જેવા યુવાનોને ગધેડા પર બેસાડીને આઈ લવ યુ કહે છે અને જ્યારે યુવાન ખુશ થઈને તેની સામે આવે છે ત્યારે તે કહે છે કે મે તને નહિ ગધેડાને કહ્યું છે.

અહીંયા રહેનારા લોકોની એવી માન્યતા છે કે લવ એપ્પ્લ એકબીજાને મારવાથી દેશ પર કોઈ પણ પ્રકારની આપત્તિ નથી આવતી અને દરેક વર્ષે ધન ધાન્ય સારૂ ઉત્પન્ન થાય છે.

વેબદુનિયા પર વાંચો