યુવાનોમાં વધતી સ્થૂળતા

હમણાં જ કરાયેલ એક સંશોધન દ્વારા એવું માલુમ પડ્યું છે કે 18-24 વર્ષની ઉંમરના યુવાનોમાં સ્થૂળતાને કારણે લોહીનું દબાણ અને કોલેસ્ટ્રોલની વધારે માત્રા થવાની આશંકાઓ વધી છે.

આ શોધને ન્યૂ હૈમ્સફાયર વિશ્વવિદ્યાલયનાં શોધકર્તાઓએ સંપાદિત કરી છે. શોધના સમયે શોધકર્તાઓએ લગભગ 800 સ્નાતક સ્તરના વિદ્યાર્થીઓ પર સર્વેક્ષણ કર્યું હતું.

તેમના આ સર્વેક્ષણમાં શોધકર્તાઓએ પ્રતિસ્પર્ધીઓના બોડી માસ ઇંડેક્સ, લંબાઇ અને વજન, કોલેસ્ટ્રોલ, લોહીનું દબાણ વગેરે તથ્યોનું અધ્યયન કર્યું છે.

શોધકર્તાઓને તેના પરથી એવું જાણવાં મળ્યું કે કુલ પ્રતિસ્પર્ધીઓમાંથી 60 ટકા પુરુષોમાં વધારે લોહીનું દબાણ અને બે ભાગની મહિલાઓમાં આયર્ન જેવા તત્વોની ખામી છે.

આ શોધની વિસ્તૃત માહિતી વોશિંગ્ટન ડીસીએ આ વર્ષનાં એક્સપેરીમેંટલ બાયોલોજીના વાર્ષિક સમ્મેલનમાં પ્રસ્તુત કરી હતી.

વેબદુનિયા પર વાંચો