મોબાઈલની સ્વાસ્થ્ય પર અસર

P.R

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમુખે તે બાળકોના માતા-પિતાને કડક ચેતવણી આપી છે કે જેમના બાળકો વધારેમાં વધારે સમય મોબાઈલ પર પસાર કરે છે.

ડબલ્યુએચઓ મહાનિદેશક ગ્રો હર્લેન બર્ટલેંડનું કહેવું છે કે રમત રમતમાં કલાકો સુધી ફોન પર વાતો કરતાં બાળકો જાણતાં નથી કે મોબાઈલ ફોનથી થનાર ખતરો તેમના સ્વાસ્થ્ય માટે કેટલો ઘાતક હોઈ શકે છે.

આ વિશે થોડાક પરિક્ષણ પર કરવામાં આવ્યાં છે અને જાણવા મળ્યું છે કે જે સ્થળો પર મોબાઈલનો સતત પ્રયોગ કરવામાં આવે છે ત્યાં વિદ્યુત ચુંબકીય અસરો પણ વધારે હોય છે. જો કે આ વિશે કોઈ નિર્ણયાત્મક વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે મોબાઈલ ફોનનો દીર્ધકાલીન ઉપયોગ સ્વાસ્થ્ય પર દીર્ધકાલીન નકારાત્મક પ્રભાવ છોડે છે.

બર્ટલેંડનો પોતાનો મોબાઈલ ફોન નથી. તેમનું કહેવું છે કે આવું તેમણે પોતાને ઈલેક્ટ્રો-મૈગ્નેટિક તરંગોથી બચાવવા માટે કર્યું છે કેમકે આનાથી તેમને ભયાનક માથાનો દુ:ખાવો થાય છે.

તાજેતરમાં ફિનલેંડના વૈજ્ઞાનિકોએ એક અનુસંધાન કરી જણાવ્યું કે મોબાઈલ ફોનથી થનાર વિકિરણથી મસ્તિષ્કમાં બદલાવ આવી શકે છે. તેમણે જણાવ્યું કે માણસના સેલના મોબાઈલ ફોનથી વિકિરણનો સામનો કરવા પર મસ્તિષ્કને સુરક્ષિત રૂપથી લોહી પહોચાડનાર બૈરિયરને નુકશાન પહોચાડી શકે છે.

વિશેષજ્ઞોની સલાહ છે કે આનાથી બચાવનો એક જ ઉપાય છે કે મોબાઈલ પર બને તેટલી ઓછી વાતચીત કરવી.

વેબદુનિયા પર વાંચો