તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

N.D
વિટામિન,મિનરલ્સ અને એંટી-ઓક્સિડેટ્સથી ભરપૂર હોય છે તરબૂચ. આ સ્વાદિષ્ટ ફળને ગરમીમાં બપોરે ખાવાની મજા જ અનોખી છે. આને નાના-નાના ટુકડાંમા કાપીને કે પછી જ્યુસ બાનવીને પણ પીવામાં આવે છે.

તરબૂચમાં 90 ટકા પાણી હોય છે, તરબૂચ વિશેના કેટલાક ન્યુટ્રિશસ ફેક્ટ્સ -


આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તેમા ફેટ કે કેલેસ્ટ્રોલ નથી હોતો, પંતુ ફાઈબર અને પાણીનો હાઈ કંટેટ તમને બોડી સિસ્ટમમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે અને તમારી ત્વચા સ્વસ્થ તેમજ ચમકદાર બનાવે છે. સાથે જ આ આપણા શરીરના પાચન તંત્રને પ્રાકૃતિક રૂપે મજબૂત બનાવે છે.

કોઈપણ ફળ કે શાકભાજી કરતા તરબૂચમાં સાઈટો ન્યૂટ્રીશિયન જેને 'લાયકોપેન' કહેવાય છે, ભરપૂર પ્રમાણમાં રહે છે. લાયકોપેન મતલબ રેડ પિગમેંટ જે ટામેટામાં પણ હોય છે. આ ઘાણા પ્રકારના કેંસર ખાસ કરીને પ્રોસ્ટેટ, બ્રોસ્ટ અને લંગ કેંસરના સંકટને ઘટાડે છે. લાઈકોપેન હાર્ટ એટેકના સંકટને પણ ઓછો કરે છે.

ફક્ત સંતરામાં જ નહી પરંતુ તરબૂચમાં પણ વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. વિટામીન-સી તમરા ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને રોગોનો સામનો કરે છે. તરબૂચમાં રહેલ વિટામીન-સી આંખોના મોતિયાના સંકટને ઓછુ કરવામાં મદદ કરે છે.

તરબૂચમાં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં રહેલુ છે. જે કોઈપણ ઈંફેક્શનથી બચાવે છે. અસ્થમા, આર્થરાઈટિસ, કોલોન કેંસર અને ડાયાબિટીઝમાં આ ઉપચારાત્મક પ્રભાવ કરે છે. ડાયાબિટિઝ માટે તરબૂચના બીજ ફાયદાકરક સાબિત થાય છે.

આ પોટેશિયમનુ શ્રેષ્ઠ સ્ત્રોત છે. પોટેશિયમના સ્તરમાં ઉણપ બોડી મસલ્સમાં ક્રમ્પ્સનુ કારણ બને છે. તરબૂચમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે, આ કિડની સ્ટોનને વધતા રોકે છે અને ઓસ્ટિયોપોરોસિસ અને હાર્ટ બીટને રેગુલેટ કરે છે.

આમા રહેલા વીટા કૈરોટિનના કારણે જોવાની ક્ષમતા ખાસ કરીને રાત્રે વધે છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે વીટા કૈરોટિન અને વિટામિન-સી હાર્ટ ડિસીઝ, કેસર અને ઘણી બીજી બીમારીઓથી બચાવે છે.

વેબદુનિયા પર વાંચો