તમારું બાળક વધું વીડિયોગેમ રમે છે ? ચિંતા ન કરો.

લંડન (એએનઆઈ) તાજેતરમાં થયેલી એક શોધમાં આ તથ્ય સામે આવ્યું છે કે વિડિયો ગેમ વધુ રમવાથી મસ્તિષ્ક્ને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી થતું એન ના તો માંનસિક બીમારી થાય છે.

કેટલાક સમય પહેલા અમેરિકન ‘ડાયોગ્નોસિસ એંડ સ્ટૈટિસ્ટિક્સ ઑફ મૈનુઅલ ડિસોડર્’ દ્વારા કરાવવામાં આવેલા એક સર્વેક્ષણમાં વધુ વીડિયો ગેમ રમવાની પ્રવૃત્તિને એક પ્રકારની માનસિક બીમારી માનવામાં આવી હતી.

અમેરિકન સોસાયટી ઑફ એડિકશન મેડિસિન ના વૈજ્ઞાનિક સ્ટુઅર્ટૅ ગિટૅલોએ પોતાની આ શોધમાં માન્યું છે કે વધુ વીડિયો ગેમ રમવાને કોઈ પણ પ્રકારની માનસિક બીમારી બિલકુલ નથી માની શકાતી. ન તો તેનાથી વ્યક્તિને કોઈ પ્રકારની ટેવ પડી જાય છે.
તેમણે એ પણ માન્યું છે કે અત્યાર સુધી માનવામાં આવતી ધારણા ખોટી છે., જેના મુજબ આ માનવામાં આવતું હતું કે વધુ વીડિયો ગેમ રમવાથી કિશોરોને ધૂમ્રપાન અને મદિરાપાનની તરફ આકર્ષણ થઈ જાય છે.

શોધકર્તાઓના મુજબ જો કિશોર માનસિક રુપે અસંતુલિત થઈ જાય તો અથવા તેમને કોઈ પ્રકારની લત લાગી જાય તો, તેનો વીડિયોગેમના અતિશય રમવા જોડે કોઈ સંબંધ નથી. પણ વિડિયોગેમ રમવી એ તો એક સારી માનસિક કસરત છે

વેબદુનિયા પર વાંચો