ડાયાબિટીસથી સાવચેતી

આજે લોકોની જીવનશૈલી અને ખાનપાનમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. ખાદ્યપદાર્થો અને આરામની સુવિધા છતાં મોટાભાગના લોકો યોગ્ય અને સમતુલીત ખોરાકથી વંચીત છે. આ કારણ પણ મધુમેહ માટે જવાબદાર છે. આજે ડાયાબિટીસનો રોગ મહામારીનું રૂપ લઈ ચુક્યો છે. બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, આખોંની નબળાઈ, કિડની નકામી થઈ જવી, બ્રેઇન ડેમેજ જેવી અનેક બિમારીઓનું મૂળ કારણ મોટાભાગે મધુમેહ છે. ડબલ્યુએચઓના આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં 1 કરોડ 30 લાખ લોકો મધુમેહના રોગી છે.
W.DW.D


આ રોગ ઘણી તીવ્રતાથી ફેલાઈ રહ્યોં છે. આગામી 20-25 વર્ષો દરમિયાન મધુમેહના લપેટામાં વિશ્વના લગભગ 3 કરોડ 7 લાખ લોકો આવી ચુક્યા હશે. આજથી પાંચ દસકા પહેલા જે રોગીઓ પગમાં મધુમેહ રોગ એટલે કે ડાયાબિટીસ ફુટથી પીડિત હતા અને તેમની સારવાર થાય તેવી શક્યતા પણ ઓછી હતી, પરંતુ હવે અમેરીકન ડાયાબિટીસ એસોસિયેશન દ્વારા એક અભ્યાસ અનુસાર મધુમેહના રોગથી પીડાતા લોકોએ વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણે કે, વૈજ્ઞાનિકોએ તેની સારવાર માટે નવા રસ્તાઓ શોધી કાઢ્યાં છે. હવે ડાયાબિટીસ ફુટને આગળ વધતો રોકી શકાય છે.

મેડિકલ ટર્મિનોલોજીના જણાવ્યાનુસાર મધુમેહના દર્દીમાંથી લગભગ 15 ટકા અલ્સરના શિકાર બને છે. અલ્સરગ્રસ્ત દર્દીઓમાં પણ કેટલાક ટકા લોકો ઓસ્ટોમાઈલિટિસ એટલે કે હાડકાંના ઈન્ફેક્સન અને કેટલાક અંગ છેદનના શિકાર બને છે. નિષ્ણાતોનું માનવું છે કે ડાયાબિટીસના દર્દીઓએ તેમના પગની નિયમિત રીતે સારસંભાળ લેવી જોઈએ. પગમાં એક નાની ફોડલીની પણ અવગણના કરવી ન જોઈએ. કારણ કે, પછી પગ કપાવવો પડે તેવી સ્થિતિ આવી પડે છે. તેથી પગ બાબતે કોઈ લાપરવાહી ન કરવી.

સંશોધન મુજબ ડાયાબિટીસવાળા દર્દીઓમાં ફુટ અલ્સરના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને નુકશાન પહોંચે છે. તેથી ફુટ અલ્સર એટલે કે પગમાં ફોડલીઓની સારવાર દરમિયાન બુટ, ચંપલ ન પહેરવાની સલાહ આપવામાં આવે છે, જેથી ટેસ્ટ દ્વારા બીજા ખતરાઓને પણ જાણી શકાય.

ડાયાબિટીસ ફુટ ટીમ દ્વારા દર્દીઓને આ બધી બાબતોને ધ્યાનમાં રાખવા માટે સલાહ આપવામાં આવે છે. આ ટીમમાં એક ઓર્થોપેડિક શુ મેકર અને રીહેબિટેશન ફિઝીશિયન હોય છે. કારકે આવા નિષ્ણાતો જ ડાયાબિટીસ ફુટથી પીડાતા દર્દીઓને યોગ્ય સલાહ સુચન આપીને યોગ્ય ઉપચાર કરી શકે છે. દર્દીઓ પોતે જ પગની આ બિમારી વિશે જાગૃત હોવા જોઈએ. પગમાં કોઈ પણ પ્રકારનો ઘા થયો હોય તો લાપરવાહી ન કરવી જોઈએ.