વર્તમાન સમયમાં વ્યસ્તતાને કારણે સૌથી વધુ અસર ભોજન પર પડી છે. આજના આ દોડધામવાળા યુગે ભોજન વ્યવસ્થાને વેર-વિખેર કરી નાંખી છે જ્યારે કે જીવનને સ્વસ્થ્ય અને નિરોગી બનાવી રાખવા માટે ખોરાક મહત્વનો છે. શરીરની મોટા ભાગની બિમારીઓ તો ખોરાકની અનિયમિતતા અને ખરાબ ટેવોને લીધે જ થાય છે. એટલા માટે તો આહાર સ્વસ્થ રક્ષાનો મૂળ આધાર છે. પરંતુ ભૌતિકવાદના આજના યુગમાં તો જાણે કે આપણે આ બધી જ વાતોને એક્દમ ભુલાવી જ દીધી છે. ફેશન, સ્વાદ અને સુવિધઓને કારણે એવા ખોરાકની માંગ વધી રહી છે કે જે સ્વાસ્થ્ય માટે એકદમ હાનિકારક છે.
જે દેશમાં વેચાતા પીવાના પાણીની શુધ્ધતાની ગેરંટી નથી આપી શકાતી તે દેશમાં ખાવા-પીવાની જે વસ્તુઓ ડબ્બામાં બંધ કરીને આપવામાં આવે છે તેનો તો ભગવાન જ માલિક છે. તેમાં એથિલ સોડીયમ ક્લોરાઇડ, એસિટિક એસીડ તેમજ આવા ઘણા બધા તત્વઓની મિલાવટ કરવામાં આવે છે. જે એક ખાસ મિશ્રણનો પ્રયોગ વધું પ્રમાણમાં કરવામાં આવે છે તે છે પ્રિજવરવેટિવ. આના સિવાય ફાસ્ટ ફૂડનું ચલણ જે તેજીથી વધી રહ્યું છે તેટલી તેજીથી તેની ખામાઓ પણ પ્રકાશનમાં આવી રહી છે. ફાસ્ટ ફૂડ એટલે કે બર્ગર, સૈંડવીચ, ચાઉમીન વગેરે ઘણી બધી બિમારીઓને જન્મ આપે છે.
કેમકે આવી બધી વસ્તુઓ મેંદામાંથી બનાવવામાં આવે છે જો કે આમાં રેશેનું નામોનિશાન નથી હોતુ. અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે મેંદામાંથી બનાવવામાં આવેલી વસ્તુઓ વધું પ્રમાણમાં ખાવાથી આંતરડામાં ચોટી જાય છે. ઘણા ચિકિત્સકોએ તો આના જામી જવાની તુલના સીમેંટથી કરી છે. જેવી રીતે સીમેંટને જામી જવાથી તેને કાઢવો મુશ્કેલીભર્યો હોય છે તેમજ મેંદામાંથી બનેલી વસ્તુઓ આતંરડામાં ફસાઇ જાય છે અને ફળ સ્વરૂપે પિત્તની થેલીમાં પથરી, હ્રદય રોગ, ડાયાબીટીશ, આંતરડાનું કેંસર વગેરે થવાની સંભાવના વધી જાય છે.
યાદ રાખો કે આહાર માણસની જીંદગીની એકદમ અનિવાર્ય આવશ્યકતા છે. તેના મહ્ત્વને સમજતાં તેની પૂર્તિ વધું સારી રીતે કરવી જોઈએ. આ ક્રમમાં લીલા શાકભાજીનો ઉપયોગ વધું કરી શકો છો. જો આપણે ધ્યાન આપીએ તો એવું નથી કે ફાસ્ટ ફૂડના વિકલ્પો આપણી પાસે નથી પરંતુ તેના માટે આવશ્યકતા છે થોડીક જાગૃતતા અને સચેતનાની. ભોજન માત્ર પેટ ભરવાની જ વસ્તું ન હોઈને તે શારીરિક પોષણ માટે પણ આવશ્યક છે. ચિકિત્સકોના મતે "ચિકિત્સથી વધું સારો છે બચાવ' એટલા માટે ધ્યાન રાખીને ઉચિત આહારનું જ સેવન કરો.