જરૂરત કરતાં વધારે ખાંડ ખાવાથી મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે. આમ પણ આપણી શારીરિક ક્રિયાશીલતા મશીનોનાં લીધે ખુબ જ નબળી થઈ રહી છે અને ખાંડનું સેવન કરવાથી તે વધારે નુકશાનકાર સબિત થાય છે. વજન વધવાનું મુખ્ય કારણ ચા, ચોકલેટ, કેક, આઈસક્રિમ અને મીઠાઈઓમાં ભરેલી ખાંડ જ છે. આ સિવાય જો લોહીની અંદર શર્કરાનું પ્રમાણ વધારે હોય તો ખાંડના અણું પોતાને લોહીની અંદર ઉપસ્થિત રહેલ પ્રોટિન્સ સાથે જોડી લે છે તથા એક નવી રાસયણિક સંરચના બનાવી લે છે. જેના લીધે શરીરની અંદર ડી જનરેશનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આના ફળસ્વરૂપ મોતિયાબિંદ, ત્વચામાં લચીલાપણું, સાંધા જકડાઈ જવા અને કેંસર જેવી બિમારીઓનાં ભોગ બનવું પડે છે. આ બધી જ વસ્તુ કોષિકાઓની અંદર ગડબડ થવાને લીધે થાય છે. એટલા માટે વધારે પડતી ખાંડ ભલે તમારૂ મોઢુ મીઠું કરી દે પરંતુ તમારી જીંદગીમાં કડવાશ ભરી દેશે. ખાસ કરીને જો તમે કાચી ખાંડનું વધારે પડતું સેવન કરતાં હશો તો.