- મેથીનું ચૂર્ણ દહીં સાથે ભેળવી ખાવાથી પેટમાં આવતી ચૂંક મટી જાય છે. - કોલેરાના દર્દીને વારંવાર ડુંગળીનો રસ પીવડાવવાથી આરામ મળે છે. - ખાવાનો સોડા અને વાટેલી હળદર ભેળવીને દાંત પર હળવા હાથે ઘસવાથી દાંત હલતા બંધ થઇ જાય છે. - પિત્ત પ્રકૃત્તિવાળી વ્યક્તિએ રોજ રાત્રે ઠંડા દૂધમાં ૩ એલચી નાખી પીવાથી રાહત મળશે. - દહીં અને મલાઇનો લેપ પાંપણો ઉપર કરવાથી ગરમી અને બળતરા દૂર થાય છે. - ફૂટેલા માટલાનો ટુકડો પથ્થર પર ઘસીને એનો લેપ આંજણી પર લગાવવાથી આંજણી મટી જશે. - સફરજનના પાંદડાં વાટી એની પોટલી બનાવી, ઉઘતી વખતે આંખ પર બાંધવાથી આંખો દુખતી હોય તો રાહત મળે છે, લાલાશ દૂર થાય છે તેમજ સોજો અને દુખાવો પણ મટી જાય છે. - દરરોજ બે સંતરાનો રસ સવારે નાસ્તો કરતા પહેલા પીવાથી એક અઠવાડીયામાં કબજીયાત દૂર થાય છે.