ખભાના દુ:ખાવા વિશે જાણકારી

બુધવાર, 4 નવેમ્બર 2015 (13:00 IST)
ખભાનો સાંધો એ શરીરનો સૌથી હિલચાલ ધરાવતો સાંધો છે. ખભાના સાંધાની હિલચાલ ખૂબજ વધુ હોવાથી ખભાના દુખાવાનો કારણો પણ ઘણાં બધા છે. આ લેખમાં ખભાના સાંધાની રચના, તેમાં થતાં દુ:ખાવાના કારણો તથા તેનાથી બચવાના ઉપાયો વિશે જાણીશું.
 
ખભાનાં સાંધાની રચના
 
ખભાનો સાંધો ત્રણ હાડકાઓથી બનેલો હોય છે. (૧) જભફાીહફ (સોકેટ) (૨) ઈંીળયીિત (ખભાનો ગોળો) (૩)  (કોલર બોન).
 
ખભાની ફરતે ચાર નાના સ્નાયુઓ ઇલાસ્ટિક જેવો એક પટ્ટો (છજ્ઞફિંજ્ઞિં િભીરર બનાવે છે. આ પટો ખભાના ગોળાને સોકેટ સાથે ખૂબજ મજબૂતીથી પકડી રાખે છે. ખભાનો સાંધો બોલ અને સોકેટ ટાઇપનો સાંધો છે. ખભાના સાંધાનું સોકેટ ગોળાની તુલનામાં ખૂબજ નાનું અને છીછરું હોય છે. તેને ૩૫ જેવું ઉંડાણ પ્રદાન કરવા માટે ખભાની આજુબાજુ એક ઇલાસ્ટિક પડ (કફબીિળ) હોય છે. દરેક સાંધાની જેમ ખભાની આજુબાજુ પણ સિલ્કના કપડાનું કવચ (ભફાતીહ) બાંધેલું હોય છે. આ કવચને લીધે સાંધામાં લ્બ્રુકન્ટ જેવું પ્રવાહી ભરેલું રહે છે. જે ઘર્ષણ ઓછું કરવા માટે ખભાની આજુબાજુ નાની નાની લ્બ્રુકન્ટ ભરેલ કોથળીઓ આવેલ હોય છે. આ બધી કોથળીઓમાં દુખાવા ઓછા કરવામાં અનેક સેન્સરો હોય છે.
 
ખભાનાં દુ:ખાવા થવા માટેના મુખ્ય પરિબળો
(૧) એવું કાર્ય કે જેમાં વાબ્રેટિંગ મશીન ટુલ સતત ઉપયોગ થતો હોય.
(૨) ધંધા કે કામને લગતા સાયકોલોજીકલ પરિબળો જેમકે સ્ટ્રેસ, જોબનું પ્રેશર વગેરે.
(૩) એવી રમત ગમતો કે જેમાં ખભાનો ઉપયોગ વધુ થતો હોય જેમકે બોલિંગ, ટેનિસ, રગબ્બી
(૪) ઓફિસમાં ટેબલ વર્ક જેમ કે કોમ્પ્યુટર તથા ખોટી બેસવાની સ્થિતિમાં.
ખભાના દુ:ખાવાના મુખ્ય કારણો
આંતરિક અવયવોને લીધે થતો દુખાવો 
સ્નાયુઓના પટ્ટાની તકલીફ
સાંધાના કવચ ઉપરનો સોજો
લુબ્રીકન્ટ કોથળી ઉપરનો સોજો
સાંધાની અસ્થિરતા
સાંધાની ગાદીનો ઘસારો
બાહ્ય અવયવોને લીધે થતો ખભાનો દુખાવો 
છાતીના કે ગળાના કેન્સરને લીધે
મણકાની તકલીફને લીધે
હૃદયની તકલીફને લીધે
 
ફ્રોજન સોલ્ડર
ફ્રોજન સોલ્ડરમાં ખભાની આજુબાજુ રહેલ કવચ ખૂબજ જકડાઇ જવાથી ખભાની બધી જ હિલચાલ ધીરે ધીરે ઓછી થતી જાય છે. ડાયાબીટીસ તથા થાઇરોડની તકલીફવાળા પેશન્ટમાં તકલીફ સૌથી વધુ જોવા મળે છે. પક્ષઘાતના હુમલા પછી કે હાડકાઓની થયેલી ઇજાઓ પછી પણ સોલ્ડર થવાની શકયતાઓ રહે છે. ફ્રોજન સોલ્ડરમાં રાત્રે ખૂબજ દુખાવો થાય છે. જે તે ખભાની બાજુ પડખું ફરવામાં ખૂબજ તકલીફ પડે છે, ડાયાબીટીસ તથા થાઇરોડ ગ્રંથીનો કંટ્રોલ ફ્રોજન સોલ્ડરની સારવારમાં ખૂબ અગત્યનો છે.
 
ફ્રોજન સોલ્ડરમાં શરૂઆતના સ્ટેજમાં માત્ર કરસતથી જ ઘણી રાહત મળે છે. જે ફ્રોજન સોલ્ડરમાં કસરતથી રાહત નથી થતી તેમાં સર્જરીની આવશ્યકતા રહે છે.
રોટેટેડ કફ (સ્નાયુઓના પટ્ટાની તકલીફ)
રોટેટેડ કફના ડીસ ઓર્ડરના કારણો
ખભાની આગળના અને સાઇડના ભાગમાં દુખાવો થતો હોય.
ખભો ગોળ ફેરવામાં થતી તકલીફ
ખભા ઉપરના લેવલે દુખાવા વધતો હોય જેમકે વાળ ઓળતી વખતે. રાત્રે ખૂબ જ દુખાવો થતો હોય.
રોટેટેડ કફની તકલીફો ખેલાડીઓમાં વધુ જોવા મળે છે. સ્નાયુઓના વારંવાર થતાં ઘર્ષણને રોકવામાં ન આવે તો તે ફાટી જાય છે. ફાટેલા સ્નાયુને લીધે ખભામાં ખૂબજ દુખાવો થાય છે અને સ્નાયુની અશકિત જણાય છે. સ્નાયુમાં થતી ફાટ મોટાભાગે ૪૦ વરસની ઉંમરનાં લોકોમાં જોવા મળે છે. વૃધ્ધા અવસ્થામાં સ્નાયુના તાતણા નબળા તથા પાતળા થવાથી રોટેટેડ કફની તકલીફો વધુ જોવા મળે છે.
 
સાંધાની અસ્થિરતા
 
આપણે જાણીએ છીએ કે ખભો એક બોલ એન્ડ સોકેટ ટાઇપનો સાંધો છે. સોલ્ડરની અસ્થિરતા ત્યારે કહેવામાં આવે છે કે યારે ખભાનો ગોળો તેના સોકેટમાં સરખી રીતે ફરતો નથી. ખભાની અસ્થિરતામાં ખભો સહેજ સ્લીપથી લઇને આખો ખસી જવાના સ્ટેજ જોવા મળે છે.
 
ખભાની અસ્થિરતા મુખ્યત્વે બે પ્રકારની હોય છે.
(૧) લાગવાથી ઝફિીળફશિંભ (૨) લાગ્યા વગર ટ્રોમેટીક અસ્થિરતામાં ખભો અચાનક ધક્કો લાગવાથી સોકેટમાંથી બહાર ખસી જાય.
એટ્રોમેટીક અસ્થિરતામાં ખભાનો ગોળો આંશિક રીતે ખસે છે.
ખભાની અસ્થિરતાના લક્ષણો
(૧) ઝણઝણાટી થવી, નબળાઇ લાગવી, ખાલી ચડવી
(૨) ખભામાંથી અવાજ આવવો કે તેના જેવો અનુભવ થવો
સાંધો સંપૂર્ણપણે સોકેટમાંથી ખસી ગયો હોય તો
(૧) ખૂબજ દુ:ખાવો થવો, સાંધાની હલનચલનમાં ખૂબજ તકલીફ પડવી. ખભાનો આકાર ફરી જવો.
ખભાની અસ્થિરતા મોટેભાગે ૩૫ વરસની નીચેના પેશન્ટમાં જોવા મળે છે.
લુબ્રીકન્ટ કોથળી તાતણા ઉપરનો સોજો
ઝયક્ષમજ્ઞક્ષશશિંભ એટલે સ્નાયુના તાતણા પર આવતો સોજો ઇીતિશશિંભ એટલે સાંધાની પાસે રહેલી લુબ્રીકન્ટની કોથળી પરનો સોજો. મોટાભાગે આ જાતની તકલીફ સ્પોર્ટ પર્સનમાં વધુ જોવા મળે છે.
 
ખભાના સાંધાનો ઘસારો
 
ખભાનાં સાંધાનો ઘસારો મોટાભાગે ઇજા થવાથી કે વધુ પડતો ખભાનો ઉપયોગ થવાથી જોવા મળે છે. ખભાના સાંધાની ગાદી ધીરે–ધીરે પાતળી થવા માંડે છે અને ગોળાનો આકાર ધીરે–ધીરે બદલાઇ જાય છે. આમ થવાથી ખભાના સાંધાની હલનચલનમાં દુખાવો થાય છે. ખભાના સાંધાના ઘસારાનાં છેલ્લાં સ્ટેજમાં દુખાવો અસહ્ય થાય છે અને ખભાની હલનચલન થતી નથી.
ખભાના દુ:ખાવા માટે
 
ડોકટરને કયારે બતાવવો ?
 
ઇજા કે એકસીડન્ટ થયેલ હોય તો તાત્કાલીક બતાવવું હિતાવહ છે.
 
ઇજા વગરના દુખાવા માટે એક અથવા બે અઠવાડીયા સુધી રાહ જોઇ શકાય છે.
ખભામાં અસહ્ય દુખાવો થતો હોય, ખભાની હિલચાલમાં તકલીફ વધતી જતી હોય, ખભામાં દુખાવા સાથે ખાલી ચડતી હોય, ડાબા ખભાનો અસહ્ય દુખાવો હૃદયની તકલીફનો પણ હોઇ શકે.
 
ખભાનો દુખાવો ઓછો કે અટકાવવા માટે તમે શું કરી શકો?
 
જો ખભામાં દુખાવો થતો હોય તો તેમાં બરફ લગાવવાથી ખૂબજ રાહત મળે છે. બરફની કોથળીનો શેક ખભાની આસપાસ દિવસમાં ૩–૪ વાર કરવાનો હોય છે. બરફનો શેક કરતી વખતે બરફ અને કોથળી વચ્ચે પાતળુ કપડું રાખવું હિતાવહ છે.
 
આરામ અને કસરત
 
ખભાના દુ:ખાવામાં આરામ અને કસરતનો સમન્વય ખૂબજ અગત્યનો છે. ખભાને જકડતો અટકાવવા માટે જ પણ હરકતથી દુખાવો થાય તે ના કરવી હિતાવહ છે. ખાસ કરીને જે શરીરથી દૂર અને ખભાની ઉપર કરવામાં આવે છે.
થોડું ધ્યાન રાખીને ખભાને દુખાવ્યા વગર કસરત કરી શકીએ છીએ. કોણીથી હાથ બેવડો રાખો. અને શરીરથી આગળ રાખો. ઉપરથી કોઇ વસ્તુને લેવા માટે હથેળીને ઉપરથી સાઇડ રાખો.
ખભા નીચે ઓશીકું કે પોચો ટુવાલ રાખવાથી ઘણી વખત રાહત મળે છે. આ બધી કસરત કરતા પહેલાં બરફ લગાડવાથી કસરત કરવામાં સરળતા રહે છે.
 
બેસવાની રીતમાં બદલાવ
 
આગળ વળીને સાઇડમાં હાથ લટકતા રાખીને બેસવાથી ખભાના દુખાવામાં ખૂબજ વધારો થાય છે.
કોમ્પ્યુટરના ઉપયોગ કરતા લોકોમાં ગળાના દુખાવા સાથે ખભાનો દુખાવો વધુ પડતો જોવા મળે છે.
જો સુતી વખતે ખભામાં દુખાવો થતો હોય તો નીચેની બાબતો ધ્યાનમાં રાખવાથી દુખાવામાં રાહત થાય છે. જો ખભો દુખતો હોય તો તેની વિરૂધ્ધ સાઇડમાં સુવાથી તથા ગરદન નીચે ઓશીકું રાખવાથી દુખાવામાં રાહત થાય છે. દુખતા ખભા અને શરીર વચ્ચે ઓશીકું રાખવાથી પણ ફાયદો થાય છે.
 
જો ઉંધા માથે સુવાની ટેવ હોય તો દુખતા ખભાની નીચે એક બે ઓશિકા રાખવાથી રાહત રહે છે.
ખભાનો વધુ પડતો ઉપયોગ થતો અટકાવો
 
તમારું કામ તમારી રીતે કરતું રહેવું એ સારી વાત છે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વધુ પડતો ખભાનો ઉપયોગ જોખમી થઇ શકે છે.
 
ઘરે (શું કરશો)
 
કચરો કે સફાઇ કરતી વખતે જેમ બને તેમ ઉભા રહીને કરવાથી અને કપડું કે ઝાડુ શરીરની નજીક રાખવાથી વાંધો આવતો નથી. ભારે વજન ઉપાડવો હિતાવહ નથી. સામાન્ય વજન ઉપાડવો હોય તો પણ લાંબી પટીવાળા થેલામાં ઉપાડવાથી રાહત રહે છે.
 
ઓફિસ
 
શરીરને વ્યવસ્થિત રીતે રાખીને બેસવા–ઉઠવાથી રાહત રહે છે. એકધારું અડધી કલાકથી વધુ સતત એક પોઝીશનમા બેસવું નહીં. જો કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તો કોણીને ટેકો મળે તેનું ખાસ ધ્યાન રાખવું. મોનીટરને આંખની સામે રાખવું જેથી ફરી ફરીને જોવું ન પડે. માઉસને શરીરથી નજીક રાખવું. જે કામથી દુખાવો થતો હોય તે કરવું નહીં.
 
દુખાવાની દવા
 
સામાન્ય દુખાવાની દવા કે માલીશ માટેની દવા કે તેલ લેવાથી મહદઅંશે દુખાવામાં રાહત થતી હોય છે. બે અઠવાડિયાથી વધારે ડોકટરની સલાહ વગર દવા લેવી હિતાવહ નથી.
 
ખભાના દુખાવા માટેના નિદાનના પરીક્ષણો
 
લોહીનું પરીક્ષણ મુખ્યત્વે લોહીના પરીક્ષણો ખભાનો દુખાવો બીજા રોગનો ભોગ નથી તે જોવા માટે જ મદદ કરે છે. દા.ત.
એકસ–રે: ખભાનો મોટાભાગનો દુખાવો સ્નાયુ, તાતણા કે ગાદીના કારણોને લીધે થતાં હોય છે. જે એકસ–રેમાં જોવા મળતા નથી. એટલા માટે જ એકસ–રેનો ઉપયોગ અમુક કેસોમાં જ સારો રહે છે. દા.ત. ફ્રેકચરમાં.
સોનોગ્રાફી (યુએસજી): ખભાના દુખાવાના નિદાનમાં યુએસજી ખૂબજ ઉપયોગી થાય છે. ખભામાં પાણી ભરાવું. ખભા પરના સ્નાયુને પડદા પર સોજો આવવો વગેરે કતકલીફોને બારીકાઇથી જોઇ શકાય છે. ખભા પરના સ્નાયુના ફાટની પણ તપાસ થઇ શકે છે.
એમઆરઆઇ: એમઆરઆઇનો ઉપયોગ ખભાની બધી ગંભીર તકલીફની નિદાન માટે થાય છે. એમઆરઆઇમાં ખભાની તકલીફની વિગતો બારીકાઇથી જોવા મળે છે. કોઇપણ સર્જરી પહેલાં એમઆરઆઇ કરવું હિતાવહ છે.
 
ખભાના દુખાવા માટેની સારવાર
 
જો ખભાનો દુખાવો દવા લેવા કે ધ્યાન રાખવાથી ન મટે તો નીચેની કોઇપણ સારવાર ઉપયોગી નિવડે છે.
કઇ તકલીફમાં કઇ સારવાર ઉપયોગી નિવડશે તે ચોક્કસ રીતે ડોકટર જ કહી શકશે.
(૧) કસરત: મોટાભાગના ખભાના દુખાવા શરૂઆતના ભાગે કસરતથી સારા થઇ જતાં હોય છે. કસરતનો ઉપયોગ તમારા દુખાવામાં રાહત કરવા કે ખભાને પાછો કામમાં ઉપયોગ લેવા માટે થાય છે.
 
કસરતનો ઉપયોગ મુખ્યત્વે : (૧) સાંધાની જકડશાને ઓછી કે દૂર કરવા, નબળા સ્નાયુની તાકાત વધારવા, ખભાની બધી હિલચાલ વધારવા, યોગ્ય બેસવાની સ્થિતિ માટે કસરત, મશીનથી કે શેક કરી દુખાવો ઓછો કરવા.
(૨) ઇન્જેકશન: ઇન્જેકશન લગાવવાથી ખભાના દુખાવામાં ઘણી રાહત થતી હોય છે. ઇન્જેકશનમાં લોકલ સેરીરોઇડ અને એનેસ્થેટીક દવાનું મિશ્રણ માટો ભાગે વાપરવામાં આવે છે. ઇન્જેકશન આપવાથી ખભાના સાંધામાં અને સાંધાની આજુબાજુ રહેલા સોજામાં ફરક પડે છે અને તમે ખભાનો ઉપયોગ ફરી કરી શકો છે. ઇન્જેકશન આપ્યાના બે અઠવાડિયા સુધી વજન ઉપાડવું હિતાવહ નથી. વારંવાર ઇન્જેકશન લેવું વ્યાજબી નથી અને તેવું જરૂર લાગે તો સારવારની બીજી રીત લેવી હિતાવહ છે.
 
સર્જરી: મોટાભાગના ખભાના દુખાવા સર્જરી વગર સારા થઇ જતાં હોય છે પણ કોઇક વાર મોટી તકલીફોમાં સર્જરીની આવશ્યકતા રહે છે. ખભાની સર્જરી બે પ્રકારની હોય છે.
(૧) દુરબીન વડે અને (૨) દૂરબીન વગર. 
ખભાની મોટાભાગની સર્જરી દૂરબીન વડે થતી હોય છે. સાંધાનો ઘસારો હોય કે સાંધાનું ફ્રેકચર હોય તો સાંધો બદલવાની સર્જરી કરવી પડે છે. ખભાની કોઇપણ સર્જરી પછી કસરત કરવી ખૂબજ જરૂરી હોય છે

વેબદુનિયા પર વાંચો