વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિથી હ્રદય રોગના ઉપચારમાં સારી એવી સફળતા પ્રાપ્ત થઈ છે. સાઓલ (સાયંસ અને આર્ટ ઓફ લીવીંગ) હ્રદય કાર્યક્રમ એક આવો જ કાર્યક્રમ છે જે હ્રદય રોગીઓના જીવનમાં આશાનું કિરણ બની ગયું છે. કે જે હ્રદયરોગી પોતાના હ્રદયમાં અવરોધોને સમાપ્ત કરવા માટે એંજીયોપ્લાસ્ટી કે પછી બાયપાસ સર્જરી કોઇ કારણોસર નથી કરવાઇ શકતાં તેમના માટે તો આ ચિકિત્સા એક વરદાનરૂપ છે.
સાઓલ ચિકિત્સા પધ્ધતિમાં એલોપેથી દવાઓને ચાલુ રાખીને જ ઉપચાર કરવામાં આવે છે. રોગીઓને તેલ કે ઘી વિનાનું ખુબ જ સ્વાદીષ્ટ ભોજન આપવામાં આવે છે તેમજ જમવાનું બનાવતાં પણ શીખવાડવામાં આવે છે. એડ્રેલીન હાર્મોનનો સ્ત્રાવ રોકવા માટે તણાવનાં કારણોને જાણીને તેનો ઉપચાર કરાવામાં આવે છે. રોગીની દિનચર્યાના અનુસાર કૈલોરીની ગણતરી કરીને તેનાથી વાકેફ રહેવાનું પણ શીખવાડવામાં આવે છે. રોગના તે આસનો જે હ્રદયરોગીઓ સરળતાથી કરી શકે અને જેનાથી હ્રદયની ગતિ નિયંત્રીત થઈ જાય છે તે આસનો રોગીની અવસ્થાનુસાર કરાવવામાં આવે છે. હ્રદયની એક્સરસાઇઝ ટોલરેસ વધારવા માટે હેલ્થ રિજ્યુવિનેટીંગ એક્સરસાઇઝ કરાવવામાં આવે છે. આ કાર્યક્રમ અમેરીકાના ડો. ડીન ઓર્શીન દ્વારા ગયાં 10 વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ પાછલા પાંચ વર્ષોથી આની કાર્યશાળા આયોજીત કરવામાં આવી રહી છે.
ભારત જેવા વિકાસશીલ દેશ માટે આ એક વરદાન છે. ખાસ કરીને આખા શરીરને લોહીની પૂર્તી કરનાર હ્રદયની નસોમાં જ્યારે ખાણી-પીણીની રીતો તેમજ રહેણી-કરણીની શૈલીમાં અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે હ્રદયની ગતિ પ્રભાવિત થાય છે. હ્રદયની ગતિ બંધ થઈ જવાથી વ્યક્તિનું મૃત્યું થઈ જાય છે. નસોમાં કોલેસ્ટ્રોલ તેમજ ચરબી વધવાને કારણે અવરોધ ઉત્પન્ન થાય છે અને જો નસોમાં જામેલા પદાર્થને હટાવવા માટે ખાણી-પીણી પર નિયંત્રણ તથા યોગ્ય યોગ-પ્રાણાયમનો પ્રયોગ કરવામાં આવે તો કોઇ પણ ઓપરેશન વિના આ રોગમાંથી હંમેશ માટે મુક્તિ મળી શકે છે. નસોમાંથી અવરોધ હટાવવા તેમને કોલેસ્ટ્રોલ અને ચરબીથી મુક્ત કરવા માટેની આ પધ્ધતિનું નામ છે- સાલોત હ્રદય કાર્યક્રમ. હ્રદય રોગીઓ માટે પ્રાકૃતિક ચિકિત્સાનો વિક્લ્પ જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સાઓલ હ્રદય કાર્યક્રમ તેની પર જ આધારીત છે. સાઓલના અનુસાર જો હ્રદયરોગી નૈસર્ગીક વાતાવરણમાં રહેવાની આદત પાડે અને શાકાહારી સંતુલીત આહાર લે તો હ્રદય રોગની સ્થાયી સારવાર સંભવ છે. સવાર-સાંજ યોગ, ધ્યાન, વ્યાયામ તેમજ તેલ અને ઘીનાં ભોજન પર નિયંત્રણ ખુબ જ જરૂરી છે.
સાઓલ હ્રદય કાર્યક્રમમાં હ્રદય રોગીઓને ત્રણ દિવસ ઉંડુ શિક્ષણ આપવામાં આવે છે. સારવાર શરૂ થતાં જ હ્રદયમાં દુખાવો ઓછો થઈ જાય છે તેમજ ધીરે ધીરે રોગીઓની હાલત પણ સુધરી જાય છે. રોગીઓના સ્વસ્થ્ય થવાની પ્રક્રિયા તેની પર નિર્ભર રહે છે કે તે આ ચિકિત્સાને કેટલી નિયમીતતા સાથે સ્વીકારે છે.