ડાયાબિટીશ એટલે દરેક આફત અને તેની તપાસ કરાવવા માટે પણ પીડા સહન કરવી પડે છે. પરંતુ હવે આ સમસ્યા નહી આવે. વૈજ્ઞાનિકોએ આના પરિક્ષણને પીડા અને રક્તહીન કરી દીધું છે. હવે ફક્ત શ્વાસ દ્વારા જ માલુમ પડી જશે કે તમારી અંદર કેટલી સુગરની માત્રા છે.
અત્યાર સુધી મધુમેહની તપાસ કરવા માટે હાથની બાય ચડાવવી પડતી હતી અને સોય લગાવીને લોહી કાઢવું પડતું હતું. ત્યાર બાદ તે લોહીની તપાસ થતી હતી અને પછી માલુમ થતું હતું કે તમારી અંદર સુગરની માત્રા કેટલી છે. પરંતુ હવે આટલી બધી તકલીફ ઉઠાવવાની જરૂર નથી. કારણ કે હવે એક નવું ઉપકરણ આવી રહ્યું છે જેની અંદર તમારે એક ઉંડો શ્વાસ લઈને છોડી દેવાનો અને તમને તમારી અંદર કેટલી સુગર છે તેના વિશે ખબર પડી જશે.
સેંટર ગ્લાસ એંડ સેરામિકરિસર્ચ ઈંસ્ટીટ્યુટના અમરનાથ સેન કહેવું છે કે આ સમયની જરૂરત છે. વળી આ મધુમેહના પરીક્ષણમાં મહત્વની ભૂમિકા પણ ભજવશે. સંસ્થાનની અંદર એક પ્રમુખ સેનનું કહેવું છે કે આ યંત્ર જ્યારે પણ બજારની અંદર આવશે ત્યારે તે 500થી 700 રૂપિયાની આસપાસ હશે અને આને પાંચ વર્ષ સુધી રાખી શકાશે. ગ્લૂકોમીટર ઘણાં મોંઘા હોય છે અને સાથે સાથે તપાસ કરવાવાળી સ્ટ્રીપને પણ એક જ વખતમાં ફેંકવી પડે છે.
એસીટોનનું શ્વાસની અંદર મહત્વ બાયોમાર્કર જેવું હોય છે અને આને માપવાની પણ વિધી હોય છે. બનાવવામાં આવેલ આ ઉપકરણ જેનું શરૂઆતી નામ સેંસર આપવામાં આવેલ છે જે ખુબ જ સરળતાથી વ્યક્તિના શ્વાસ દ્વારા સુગરની માત્રાનું માપ લે છે.
કેવી રીતે ખબર પડશે.
નવું વિકસાવવામાં આવેલ ઉપકરણ શ્વાસની ગંધ દ્વારા ઓળખી જશે. મીઠી અને ફળની ગંધથી સમજી જશે કે માણસને ડાયાબિટિશ છે કે નહિ. મીઠી ગંધ રાસાયણિક અવયવ એસીટોનને લીધે આવે છે. જ્યારે શરીર વસાને ઉર્જામાં બદલે છે તો આ પ્રક્રિયાને કેટોસીસ કહેવાય છે. કેટોસીસ બધાની અંદર સામાન્ય હોય છે પરંતુ સ્વસ્થ્ય વ્યક્તિના શ્વાસની અંદર એસીટોનની ગંધ પ્રતિ દસ લાખની 0.9 ભાગથી વધારે નથી હોતી.