નાક પરની ફોલ્લી: પેટની ખરાબી અને શરીરની ગરમીને કારણે ક્યારેક-ક્યારેક નાકની અંદર ફોલ્લી થઈ જાય છે. જેનાથી નાકની ઉપર થોડોક સોજો આવી જાય છે.
આ ફોલ્લીને કારણે નાકની આજુબાજુ થોડીક ખેંચાણ અનુભવાય છે. આનો ઘરેલુ ઉપાય આ પ્રમાણે છે-
સવારે મોગરાના તાજા 2-3 ફૂલ 2-3 વખત ઉંડા અને લાંબા શ્વાસ લઈને સુંઘો અને ત્યાર બાદ તે ફૂલને ફેંકી દો. ઘણી વખતે તો એક જ વખત સુંઘવાથી પણ ફોલ્લી મટી જાય છે. જો વધારે જરૂરત જણાય તો ત્રણ દિવસ સુધી સતત સુંધવાથી મટી જશે.
આંખ પરની ફોલ્લી:
ક્યારેક ક્યારેક આંખ પર પણ ફોલ્લી થઈ જાય છે. આ થવાનુ કારણ પણ ખુબ જ અટપટુ છે. જે સ્ત્રી પુરૂષ પોતાના ગુપ્તાંગને પાણીથી ધોઈને સ્વચ્છ નથી રાખતાં તેમને આ ફોલ્લી થઈ જાય છે. કારણ ભલે ગમે તે હોય પણ તેનો ઉપચાર નીચે મુજબ છે-
કોઇ જુની કાચી દિવાલમાં ચોટેલ કોલસાનો ટુકડો લઈ આવો. કાચી એટલે કે માટીની દિવાલ. એક ચોખ્ખા પત્થર પર થોડુક પાણી નાંખીને કોલસાને ઘસો અને અનામિકા આંગળી વડે આ લેપને અરીસામાં જોતા ફક્ત ફોલ્લી પર જ લગાવો આજુબાજુ ક્યાંય પણ ન લાગવા દો. થોડીક જ વારમાં ફોલ્લીને લીધે જે ખેંચાણ થતી હશે તે ઓછી થઈ જશે. જો વધારે જરૂરત જણાય તો બીજા દિવસે પણ આ પ્રયોગ કરી શકો છો.