ટુથપેસ્‍ટમાં ૯ સિગારેટ જેટલું ધીમું ઝેર ?

P.R
સવારે ઉઠીને અમે જે ટુથપેસ્‍ટથી બ્રસ કરી રહ્યા છીએ તે અમારી અંદર ઝેર પહોંચાડે છે. એક ટૂથપેસ્‍ટમાં નવ સિગારેટ જેટલું નિકોટીનનું પ્રમાણ હોઈ શકે છે. દિલ્‍હી સ્‍થિત ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ફાર્માસ્‍યુટિકલ સાયન્‍સ એન્‍ડ રિસર્ચે પોતાની તપાસમાં આ મુજબનો ધટસ્‍ફોટ કર્યો છે.

આ સંસ્‍થાએ કહ્યું છે કે તમામ ટુથપેસ્‍ટ બનાવટી કંપનીઓ લોકોના દાંતને ખરાબ કરવાની પ્રક્રિયામાં જોડાયેલી છે. આ સંસ્‍થાના પૂર્વ અધિકારી અને પ્રોફેસર એસ એસ અગ્રવાલે જણાવ્‍યું છે કે બજારમાં ઉપલબ્‍ધ તમામ ટોચની કંપનીઓના પેસ્‍ટને લઈને તપાસ કરવામાં આવી ચૂકી છે.

આમાંથી ૧૧ પેસ્‍ટ અને દાતમંજનમાં નિકોટીનનું પ્રમાણ અપેક્ષા કરતાં વધારે જોવા મળ્‍યું છે. પેસ્‍ટમાં યુઝીનોલ અને ટારનું પ્રમાણ પણ ખૂબ મોટી માત્રામાં જોવા મળ્‍યું છે. ફ્‌લોરાઈડનું પ્રમાણ પણ મોટી માત્રામાં જોવા મળ્‍યું છે. ઘણા પેસ્‍ટ અને દંતમંજનમાં ૧૮ મિલીગ્રામ સુધી નિકોટીનનું પ્રમાણ જોવા મળ્‍યું છે. એક સિગારેટમાં ૨થી ૩ મિલીગ્રામ નિકોટીનનું પ્રમાણ રહે છે. આ રીતે જોવા જઈએ તો પેસ્‍ટમાં ૮થી ૯ સિગારેટ સમાન નિકોટીનનું પ્રમાણ રહે છે. નિકોટીન દિમાગને તાજગી ઉપલબ્‍ધ કરાવે છે પરંતુ તેની આડ અસરો પણ રહેલી છે. યુઝીનોલ પીડાને ઘટાડે છે. મોટાભાગની કંપનીઓ દાતમાં રહેતી પીડાને દૂર કરવા માટે આનો ઉપયોગ કરે છે પરંતુ હાર્ટની ધમની પર તેની માઠી અસર થાય છે.

ટૂથપેસ્‍ટમાં સામેલ ટાર કેન્‍સર માટે મોટું કારણ હોઈ શકે છે. પેટ ઉપર પણ તેની પ્રતિકૂળ અસર થાય છે. આનાથી ભૂખનું પ્રમાણ ધટી જાય છે. ટૂથપેસ્‍ટને લઈને આવરી લઈને કરવામાં આવેલા અભ્‍યાસમાં ઘણી અન્‍ય બાબતો પણ જાણવા મળી છે જેમાં વધુ અભ્‍યાસ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો