ટાલનો ઈલાજ શક્ય છે

N.D
જે લોકો પોતાની ટાલને લીધે હેરાન છે તેમના માટે હવે એક સારા સમાચાર છે. શરૂઆતના તપાસમાં એક વાત સામે આવી છે કે પ્રયોગશાળાની અંદર વિકસીત વાળની કોષિકાઓ દ્વારા ટાલની સારવાર શક્ય છે. આ ટેકનીકની અંદર માણસના માથાની અંદર બચેલા વાળની થોડીક કોષિકાઓને લઈને તેને પ્રયોગશાળાની અંદર કેટલાય ટકા વધારી દેવામાં આવે છે અને પછી તેમને માથાની અંદર તે જગ્યાએ પ્રતિરોપિત કરવામાં આવે છે જ્યાં વાળ ખરી ચુક્યા હોય છે.

બ્રિટનના શોધાર્થીયોનું કહેવું છે કે છ મહિનાની અંદર આ સારવાર પછી 19માંથી 11 લોકોના માથામાં વાળ ઉગી નીકળ્યાં હતાં. જો કે બ્રિટનના એક વિશેષજ્ઞનું માનવું છે કે આ પ્રયોગની અંદર હજું થોડુક કામ બાકી છે જેના લીધે નવા વાળ સારા દેખાય. માણસના વાળ ખરવા તે આનુવંશિક બિમારી છે. પસાચ વર્ષની ઉંમર પછી દુનિયામાં લગભગ ચાલીસ ટકા લોકો ટકલા થઈ જાય છે.

વાળના પ્રત્યારોપણની હાલ જે વિધી અજમાવવામાં આવે છે તેની અંદર માથામાં બચેલા વાળને એનેસ્થિજીયા એટલે જે ચેતાશૂન્ય કરનાર દવાની મદદથી પોતાને ઈચ્છીત ભાગની અંદર પ્રરિરોપીત કરી દેવામાં આવે છે. આ વિધીની સંપૂર્ણ સફળતા માથાની અંદર બચેલા વાળ પર નિર્ભર કરે છે. આની અંદર કોઈ નવા નથી ઉગાડી શકાતાં.

આ નવી વિધીને તૈયાર કરનાર બ્રિટનની કંપની ઈંટરસાઈટેક્સનું કહેવું છે કે આની મદદથી પ્રતિરોપણ માટે વાળની અસંખ્ય કોષિકાઓને ઉપલબ્ધ કરાવી શકાય છે. કંપનીનું કહેવું છે કે જો અન્ય શોધ પણ સફળ રહી તો પાંચ વર્ષની અંદર તેને બજારમાં લાવી શકાશે.

કંપનીના વૈજ્ઞાનિક ડો.પોલ કૈપે જણાવ્યું કે મને લાગે છે કે આને લીધે વાળની દેખભાળમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. જેવી લોકોને ખબર પડશે કે તેઓના માથામાં ટાળ પડવા લાગી છે તો તેઓ આ ટેકનીકનો ઉપયોગ કરી શકશે. આ વિધીને લીધે ફાયદો થવો નક્કી જ છે.

વેબદુનિયા પર વાંચો