દવાઓ એટલી જ માત્રાની અંદર લેવી જોઈએ જેટલી ચિકિત્સકે લખી આપી હોય. તેનાથી વધારે કે ઓછી લેવી તે નુકશાનકર્તા સાબિત થઈ શકે છે જ્યાર સુધી કે કોઈ એવી ઔષધિ ન હોય કે જેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ ન થતી હોય. નહિતર તમારા મનથી લીધેલી કોઈ પણ દવા ઝહેર પણ હોઈ શકે છે.
જીવનની રક્ષા કરનાર દવાઓ હંમેશા સુરક્ષા પ્રદાન નથી કરતી. જો તમે ચિકિત્સકની સલાહ વિના તમારા મનથી તેને લેશો તો તે તમારા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
દવાનો ખોરાક અને માત્રામાંથી જો કોઈ એક પણનું ધ્યાન ન રાખવામાં આવે તો તે ક્યારેક ખતરનાક પણ બની શકે છે. દમના જોરદાર અટકથી તુરંત રાહત મેળવવા માટે ડોક્ટર ઓરલ સ્ટીરાયડસ મરીજને આપે છે પરંતુ નોંધવામાં આવ્યું કે 4 થી 10 ટકા દર્દી તે પરચીને સંભાળીને રાખી મુકે છે જેથી કરીને જો ફરીવાર આવું બને તો તેઓ તે દવા લઈ શકે. ઘણાં દર્દી તો ચિકિત્સની સલાહ વિના જ ઘણાં દિવસો કે મહિનાઓ સુધી તે દવા લીધા કરે છે. જેના પરિણામ ખુબ જ ગંભીર આવે છે.
ઘણાં દર્દીઓનાં પરિજનો હોસ્પીટલના આઈસીયુમાં એવું કહેતાં પણ સાંભળવા મળ્યાં છે કે અમારા દર્દીને હાઈબ્લડ પ્રેશરની ફરિયાદ ઘણાં લાંબા ટાઈમથી હતી અને તેના માટે તેઓ દવાઈ પણ લેતાં હતાં. હવે જ્યારે માથું દુખતું હોય તો પણ તેમને એવું લાગે છે કે બ્લડપ્રેશર વધી ગયું છે એટલા માટે એક ગોળી વધારે ખાઈ લો. એટલા માટે બ્લડપ્રેશર ખુબ જ વધારે વધી ગયું અને આઈસીયુમાં તેમને દાખલ કરવા પડ્યાં. ઘણાં લોકો માથાના દુ:ખાવા માટે, ગરદનના દુ:ખાવા માટે એસ્પ્રીન, આઈબ્રૂફેન તેમજ અન્ય દર્દનાશક દવાઓ નિદાન વિના જ પોતાની મેળે વર્ષો સુધી લીધા રાખે છે.
આ દવાઓ ફક્ત થોડાક જ સમય માટે દર્દને દબાવે છે પરંતુ તે કારણને સારૂ નથી કરી શકતી. આ દવાઓને લીધે પેટની અંદર અલ્સર, એનેમીયા, કીડની ખરાબ થવી વગેરે જેવી મુશ્કેલીઓ આવી શકે છે.
ઘણાં લોકો કમજોરી માટે જુદા જુદા પ્રકારના ટૉનિક અને વિટામીન લીધા રાખે છે. બી-કોમ્પલેક્ષ અને વિટામીન સી જો વધારે માત્રામાં પણ લેવાઈ જાય તો તે મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. પરંતુ થોડાક વિટામીન જેમકે એ અને ડી વધારે ખોરાકને લીધે શરીરની પ્રાકૃતિક પ્રક્રિયામાં વ્યવધાન પણ ઉત્પન્ન કરી શકે છે.
એટીંબાયોટીક્સને પોતાના મનથી ક્યારેય પણ ન લો. એક જ એટીંબાયોટીક્સને વારંવાર લેવાથી શરીરની અંદર રોગ પ્રતિરોધક શક્તિ ઉત્પન્ન થાય છે. આવી પરિસ્થિતિમાં હલ્કી એટીંબાયોટીક્સ કોઈ જ અસર નથી કરતી. વધારે સમય સુધી એટીંબાયોટીક્સને લેવાથી બિમારી વધતી રહે છે અને ઘણી વખતે તો તેની સાઈડ ઈફેક્ટ જેવી કે -પેટ ખરાબ થવું, ઝાડા થવા, મોઢાની અંદર ચાંદા પડી જવા વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.