ખોરાકની અસર ચહેરા પર

NDN.D

ઉંમર, બદલાતા હોર્મોંસને કારણે ખીલ થવાની શક્યતાઓ વધી જાય છે. વળી ભોજન પર પુરતું ધ્યાન ન આપવાને કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો પોતાના ખોરાક પ્રત્યે પુરતુ ધ્યાન આપીએ તો આ સમસ્યાથી બચી શકાય છે.

તેનાથી બચવાના ઉપાયો નીચે પ્રમાણે છે-

* કારેલાનો રસ, લીંબુ, ફ્રૂટ જ્યુસ વગેરેનું સેવન કરો.

* ઘણા બધા અનાજ પણ ખીલને ઓછા કરવા માટે કામ લાગે છે જેમકે બ્રાઉન રાઈસ, જવ વગેરે.

* વજન ઓછું કરવા માટે જવ સારૂ અનાજ છે. સાથે સાથે આ બંન્ને અનાજની અંદર ભરપુર માત્રામાં આયરન, બી-કોમ્પલેક્ષ તેમજ અન્ય ખનીજ પણ હોય છે.

* ફળોની અંદર તડબુચ, સફરજન, શક્કર ટેટી અને મોસમી ફળો પણ પિત્ત પ્રકૃતિ માટે સારા છે. ખીલને દૂર કરવા માટે આમ તો તમે બધા જ ફળો ખાઈ શકો છો પરંતુ કેરીથી દૂર રહો તો વધારે સારૂ.

* શાકભાજી પણ બધા ઠંડા પ્રકારના હોય છે. એટલા માટે શરીરને ઠંડુ કરવા માટે બધા જ પ્રકારની શાકભાજી ખાવી જોઈએ. આનાથી ખીલ સાફ થાય છે.

* બધા જ પ્રકારની સારી રીતે બાફેલી દાળ પણ ખીલથી છુટકારો અપાવી શકે છે. હા પરંતુ જેનાથી ગેસ થતો હોય તેવી દાળથી બચવું જોઈએ જેમકે રાજમા અને સફેદ ચણા.

* ખાસ કરીને નોનવેજથી બચવું જોઈએ.

* બને ત્યાં સુધી કોલ્ડ્રીંક્સ, ચાટ, અથાણાં, તેલની વસ્તુ વગેરેથી દૂર રહો.

* દિવસ દરમિયાન બને તેટલું પાણી પીવો. કેમકે તેનાથી શરીરમાં પિત્ત ઓછું થશે અને તેને લીધે ખીલ પણ ઓછા થઈ જશે. હા પણ એક વાતનું ધ્યાન રાખો ખાધાના અડધો કલાક બાદ પાણી પીવું જોઈએ.

* અને હા છેલ્લે એક ખાસ વાત કે બને ત્યાં સુધી ગુસ્સાને કાબુમાં રાખો.

વેબદુનિયા પર વાંચો