કોરોનાકાળમાં હનુમાન જયંતી.. આ 15 સરળ ઉપાયોથી દૂર થશે દરિદ્રતા
મંગળવાર, 27 એપ્રિલ 2021 (07:06 IST)
હિન્દી પંચાગ મુજબ શુક્રવારે 22 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. આ દિવસે કરવામાં આવેલ હનુમાનજીના ઉપાયોથી બધી પરેશાનીઓ અને દરિદ્રતા દૂર થઈ શકે છે. અહી જાણો હનુમાન જયંતી પર કરવામાં આવતા 15 વિશેષ ઉપાય...
1. હનુમાનજીની મૂર્તિ પર તલના તેલમાં સિંદૂર મિક્સ કરીને ચોલા ચઢાવો. ચોલા ચઢાવતી વખતે આ મંત્રનો જપ કરો...
મંત્ર - સિન્દૂર શોભનં રક્તં સૌભાગ્યસુખવર્ધનમ
શુભદં ચૈવ માડ્ગલ્યં સિન્દૂરં પ્રતિગૃહ્યતામ
2. એક નારિયળ પર સિંદૂર લગાવો અને લાલ દોરો લપેટો. ત્યારબાદ આ નારિયળને હનુમાનજીને ચઢાવો.
3. હનુમાનજીને લાલ કે પીળા ફૂલ જેવા કે કમળ, ગુલાબ, હજારી, કે સૂર્યમુખી ફૂલ નિયમિત રૂપે ચઢાવવાથી બધા સુખ પ્રાપ્ત થાય છે.
4. હનુમાનજીને સવારે સવારે નારિયળ અને ગોળ કે ગોળથી બનેલ લાડુનો ભોગ લગાવવો જોઈએ.
5. હનુમાનજીની મૂર્તિ પર લાલ ચંદનમાં કેસર મિક્સ કરીને લગાવો. તેનાથી અશાંતિ અને ઘરનો ક્લેશ દૂર થઈ જ્શે.
6. ચમેલીના તેલની પાંચ બત્તીયોવાળો દીવો હનુમાનજી સામે પ્રગટાવો. તેના આ મંત્રનો જાપ કરો અને આ મંત્રનો જાપ કરો
7. દક્ષિણામુખી કે પંચમુખી હનુમાનજીના દર્શન કરો અને નારિયળ ચઢાવો. ત્યારબાદ તેમના ચરણોનુ સિંદૂર તમારા મસ્તક પર લગાવો. તેનાથી શનિ સાથે જ કુંડળીના બધા દોષ દૂર થાય છે.
8. એક નારિયળ લઈને મંદિર જાવ અને હનુમાનજીની મૂર્તિ સામે નારિયળ્ને તમારા માથા પર સાત વાર લો. ત્યારબાદ નારિયળ ફોડી દો.
9. હનુમાનજીને આંકડાના ફૂલ ચઢાવવાથી પણ કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર થાય છે અને કામ સમયસર પુર્ણ થાય છે.
10. જો બપોરે હનુમાનજીની પૂજા કરો છો તો એ પૂજામાં ઘી અને ગોળનો ભોગ લગાવો. અથવા ઘઉની જાડી રોટલી બનાવો અને તેમા ઘી તેમજ ગોળ મિક્સ કરીને ચુરમા બનાવો. આ ચૂરમાનો ભોગ લગાવો.
11 . જો સાંજે કે રાત્રે હનુમાનજીની પૂજા કરો છો તો ફળનો ભોગ વિશેષ રૂપે લગાવવો જોઈએ.
12 ગાયના શુદ્ધ ઘીથી બનેલ પકવાનનો ભોગ હનુમાનજીને ક્યારેય પણ લગાવી શકાય છે.
13. હનુમાનજીને લાલ ફૂલો સાથે જનોઈ અને સોપારી પણ ચઢાવવી જોઈએ.
14. હનુમાનજી સામે ૐ રામાય નમ: કે શ્રીરામ કે સીતારામ મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. શ્રી રામ નામથી હનુમાનજી ખૂબ પ્રસન્ન થાય છે.
15. પીપળાના 11 પાન પર ચંદન કે કુમકુમથી શ્રીરામ નામ લખો. ત્યારબાદ આ પાનની માળા બનાવીને હનુમાનજીને ચઢાવો.